દરેક હિંદુ એ એક્વાર તો કાશી ની મુલાકાત લેવી જ જોઈએ તેવું મનાય છે. પરંતુ કાશી તો ઠેઠ ઉત્તર પ્રદેશ માં આવેલું છે. બહુ ઓછા ને ખબર હશે કે કાશી ના જેવું માહાત્મ્ય ધરાવતું બીજું કાશી ગુજરાત માં આવેલું છે. આ સ્થળનું નામ "કાયવરોહણ"છે. વડોદરા જિલ્લામાં આવેલા વડોદરા થી ભરૂચ જતાં હાઇવે પર પોર નામ નું ગામ છે. ત્યાંથી કાયવરોહણ માત્ર 9 કિમિ દૂર છે. વડોદરા થી તે 32 કિમિ છે.
મહાતીર્થ:
સત્યયુગમાં આ સ્થળ ઇચ્છાપૂરી ત્રેતાયુગ માં માયાપુરી,દ્વાપરમાં મેધાવતી અને કલિયુગ માં કાયવરોહણ તરીકે ઓળખાય છે. ભારત ના68 મહત્વના તીર્થં સ્થાનોમાં કાયવરોહણ ની ગણના થાય છે. રામાવતાર સમયમાં મહર્ષિ વિશ્વામિત્ર એ આ યાત્રાસ્થળને કાશી માં પલટી નાખવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ ભગવાન ની ઈચ્છા ન હોવાથી તેમ કરવામાં તેમને પુરી સફળતા મળી નહોતી.આમ છતાં તેનું મહત્વ કાશી જેવું રહ્યું.મહર્ષિ વિશ્વામિત્રે ગાયત્રી મંત્રનું અનુસાર