19 Jun 2015

મગજને બનાવવું હોય સતેજ તો કરો આ 8 કામ


યાદદાસ્ત વધારવા માટે આપણે અનેક ઉપાયો કરતાં હોઈએ છીએ. બાળકો નાના હોય ત્યારે એમના માતાપિતા તેમનું મગજ સતેજ બનાવવા ઘણાં અખતરા કરતાં હોય છે તેઓ બજારમાં ઉપલબ્ધ મળતી દવા ડોક્ટરને કનસ્લટ કર્યા વગર લઈ લે છે કે કોઈના કહેવાથી ઉંધીછતી દવા લઈ લે છે. ક્યારેક આ અખતરા તેમના મગજને આડકતરી રીતે નુકશાન પોહોંચાડી શકે છે. આ બધામાં અટવાયા વગર આપણે રોજીંદા કાર્યમાં થોડો બદલાવ લાવીને મગજને સતેજ અને કાર્યરત બનાવી શકીએ છીએ.

1.એકસાથે વધારે કામ
એકસાથ વધારે કામ લઈને એને પાર પાડવાની આવડત તમારા બ્રેઇનના પાવરને તીવ્ર બનાવવા માટેનો ઉત્તમ ઉપાય છે. જેમ કે રસોઇ બનાવતી વખતે એક સાથે ત્રણેય ચૂલા પર રસોઈ રંધાતી હોય સાથે શાક સમારવાનું કે લોટ બાંધવાનું પણ કામ ચાલતું હોય. આમ ભલે આ સાવ સરળ એક્ટિવિટી હોય, પરંતુ તેને એકસાથે કરવા માટે ઘણી બધી અટેન્શનની જરૂર હોય છે, કારણ કે થોડીક ચૂક કન્ફ્યુઝન ઊભી કરે છે. એટલે મલ્ટિ-ટાસ્કની ક્વોલિટી ડેવલપ કરો.

2.ડાબા હાથનો ઉપયોગ
કેટલાંક નાનાં-નાનાં કામ કરતી વખતે તમે સામાન્ય રીતે જે હાથ વાપરતા હો એનાથી વિપરીત હાથને ઉપયોગમાં લો. ધારો કે તમે તમારાં બધાં કામ જમણા હાથથી કરતા હો તો નાનાં-નાનાં કામમાં હવે ડાબા હાથનો ઉપયોગ કરવા માંડો. બ્રશ કરતી વખતે, કઈંક સામાન ઉપાડતી વખતે વગેરે જેવાં ઘણાં કામોમાં ઊંધા હાથનો ઉપયોગ કરવામાં ખૂબ વધુ ધ્યાન આપવું પડતું હોય છે, જેને કારણે તમારી એકાગ્રતા વધશે.

3.શોપિંગની યાદી ન બનાવો 
શોપિંગ કરવા ઊપડો તો એમાં યાદી બનાવવાની કોઈ જરૂર નથી. તમારે શું લેવાનું છે એની નોંધ તમારા મગજમાં રાખો. એનાથી પણ તમારો બ્રેઇન પાવર વધશે. બની શકે, શરૂઆતમાં તમે કંઈ ભૂલી જાઓ. લેવાની વસ્તુને બદલે ન લેવાની વસ્તુ લઈને આવો કે અડધી વસ્તુ ભૂલીને આવો, પરંતુ એક વાર માઇન્ડને ટ્રેઇનિંગ આપશો તો ધીમે-ધીમે આપમેળે જ તમને યાદ રહેતું જશે

4.શબ્દભંડોળ વધારો
આમાં ભાષા કોઈ પણ કેમ ન હોય, પણ કોશિશ કરો કે રોજ એક નવો શબ્દ તમે જાણો અને એને યાદ પણ રાખો. કોઈ પણ અખબાર લઈને બેઠા હો અને જે પણ તમારાથી અજાણ્યા નવા શબ્દો નોંધી લો અને એને યાદ રાખવાની કોશિશ કરો. આ ટેક્નિકને કારણે તમે જ્યારે પણ કોઈ નવી વ્યક્તિ સાથે વાત કરશો, તમારા ઉપરી સાથે વાત કરશો તો તમારી એક અલગ જ ઇમ્પ્રેશન પડશે. એનાથી તમારી મેમરી શાર્પ થશે અને એકાગ્રતા વધશે.

5.ક્રિએટિવ બનો
તમારામાં રહેલી કોઈ પણ કળાને કરો. દિવસની થોડી મિનિટ એના માટે આપો. ડ્રોઇંગ, પેપર આર્ટ, કેન્વાસ પેઇન્ટિગ, મ્યુઝિક જેવી તમારામાં રહેલી કલાની સૂઝને નિખારો. ભાષા વિના અંતરની લાગણીઓને ક્રિએટિવ રીતે અભિવ્યક્ત કરવાની આવડત તમારા માઇન્ડને શાર્પ બનાવશે. ક્રિએટિવિટીમાં તમારી વિષ્લેષણ કરવાની આવડત નીખરે છે, જેને કારણે આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની ક્ષમતા ખીલે છે. થોડું હટકે વિચારી શકો છો તેમ જ એમાં આનંદ પણ મળે છે.

6.ગમતું ગીત વારંવાર સાંભળો
તમારું મનગમતું કોઈ ગીત વારંવાર સાંભળો. એનાથી તમારા મગજને એ ગીતના શબ્દો ધીમે-ધીમે યાદ રહેવા લાગશે. એક વાર તમને રિયલાઇઝ થશે કે તમને એ ગીત આખેઆખું યાદ રહી ગયું છે. આ એક્ટિવિટીથી તમારા બ્રેઇનની યાદશક્તિ વધશે.

7.અન્ય ભાષા શીખો
નવી ભાષા શીખવા માટે મગજે જોરદાર કસરત કરવી પડતી હોય છે, કારણ કે એ સરળતાથી યાદ રહેતી નથી તેમ જ પ્રોફેશનલ લેવલ પર પણ ફોરેનની ભાષા શીખવાનું વિશેષ મહત્વ છે તેમ જ નવું શીખવાની પ્રક્રિયા તમારા મગજને વ્યસ્ત રાખે છે, મગજની ગ્રહણશક્તિની ધાર નીકળે છે.

8.નકશા વાંચો
આજકાલના સ્માર્ટ ફોને નકશાની જરૂર દૂર કરી દીધી છે. જોકે બને એટલી સરળતાથી ઉપલબ્ધ જીપીએસને આધારે તમારું લોકેશન જોવાને બદલે નકશામાં જોઈને એને સમજવાની કોશિશ કરો, કારણ કે નકશામાં તમારું લોકેશન શોધવા માટે મગજને કસવું પડશે અને એમાં તમારી પૃથક્કરણ કરવાની આવડત ખીલશે.
 
  •  **********************************************************************************************************************************

No comments:

Post a Comment