24 Nov 2015

રામાયણ માં સીતાજી

Goddess Sita Is An Idol Of Every New Married Woman; They Should Learn This Thing From Her

પરિવારને સુખ-સમૃદ્ધ બનાવવા, નવયુવતીએ શીખવી જોઇએ આ એક વાત!

સદીઓથી ભારતીય સંસ્કૃતિમાં માતા સીતા પુત્રીઓ, માતા અને પત્નીના રૂપમાં આખી સ્ત્રી જાતિ માટે આદર્શ રહ્યાં છે. ખાસ કરીને આધુનિક પરિવેશમાં ઉછરેલી અનેક યુવતીઓ સીતા સાથે જોડાયેલી એવી બાબતો નથી જાણતી જે જિંદગીના દરેક તબક્કામાં તેમની માટે ઉપયોગી સૂત્ર બની શકે છે. આ સૂત્ર એટલાં માટે પણ મહત્વ ધરાવે છે કારણ કે તેઓ પણ જિંદગીના તબક્કામાં ક્યારેક ને ક્યારેક પત્ની કે માતાની ભૂમિકામાં ભજવવાની છે.

સીતાના જીવન ઉપર ધ્યાન આપીએ તો તેમને ક્યારેય પોતાની માટે કંઈ જ માગ્યું નથી. તેઓ હંમેશા બીજા માટે જીવ્યાં છે. સીતાનો સ્વભાવ કરુણાથી ભરેલે હતો. સીતાએ ભૂમિ દ્વારા પ્રગટ થઈને જનકપુરને આબાદ કર્યું. નિઃસંતાન જનકને ત્યાં સીતાના રૂપમાં પુત્રી પ્રગટ થયા પછી સૌભાગ્યનો ઉદય થયો.

સીતા લગ્ન પહેલા ગૌરીપૂજા કરી મનોરથ પૂર્તિની કામના કરે છે, તો લગ્ન પછી લંકાથી પતિ અને દેવરની સાથે સકુશળ પાછા ફરવાની પ્રાર્થના કરે છે. સીતા દરેક જગ્યાએ આશીર્વાદની મુદ્રામાં નજર આવે છે. તેનું કારણ છે કે સંસારમાં તેમને માતાના રૂપમાં પૂજવામાં આવે છે.

સાંસારિક દ્રષ્ટિએ સીતાજીના ચરિત્ર ઉપર નજર કરીએ તો પુત્રીના રૂપમાં સીતા ગૃહકાર્યમાં દક્ષ હતા અને મહેલમાં લીપણ-છાપણ જેવા કામ પણ કરતી હતી. માન્યતા હતી લીપણ દરમિયાન જ જ્યારે તેણે શંકરજીનું વિલક્ષણ ધનુષ ઉપાડી લીધું તો જનક પણ આશ્ચર્યચકિત થઈ ગયાઅને તેમણે લગ્નની કઠિન પ્રતિજ્ઞા કરી લીધી.

પુત્રીના રૂપમાં સીતાએ બધાનું મન જીતી લીધું હતું. આ કારણ છે કે લગ્ન પછી વિદાયના સમયે તેમની માતાએ શ્રીરામને કહ્યું કે સીતાને વહુના રૂપમાં જીવન દુઃખનો સાગર નજર આવે છે. જ્યારે વિવાહિત થઈને સાસરીમાં આવી ગયા તો સીતાએ પોતાની સેવાથી ત્યાં પણ બધાનું દિલ જીતી લીધું હતું. આ કારણ હતું કે તેઓ શ્રીરામના અત્યંત પ્રિય બની ગયા.

ઘરમાં તે વહુની જ પૂછપરછ થતી રહેતી હતી જે બધાને કામથી ખુશ કરી દેતી હતી. રાજ્યાભિષેકની તૈયારી દરમિયાન સીતા શ્રીરામની સાથે ધાર્મિક અનુષ્ઠાન પૂરા કરે છે. સીતા બધા કર્તવ્યો અને રાજધર્મોને સારી રીતે જાણતાં હતાં. તેમને જ્યોતિષનું પણ જ્ઞાન હતું.

સીતાને પરિવારજનોની કેટલી ફિકર હતી તેની જાણ તે સમયે ખબર પડી જ્યારે શ્રીરામ વનવાસનો આદેશ સાંભળીને પાછા ફરે છે તો શ્રીરામનો ચહેરો જોઈને જ સીતા સમજી ગયા કે કંઈક અજૂગતું બન્યું છે. બધી વાત જાણ્યા પછી સીતાએ શ્રીરામની સાથે વનવાસમાં રહેવાનું નક્કી કર્યું અને શ્રીરામને પણ તેના માટે મનાવી લીધા.

સીતાના માતા-સ્વરૂપની સ્થાપના તો વનમાં જતી વખતે જ સુમિત્રાએ જ લક્ષ્મણને કહ્યું હતું કે-

तात तुम्हारि मातु वैदेही।

સાસુ-સસરાની સેવા માટે પણ તે એટલી સજગ હતા કે જ્યારે વનવાસના સમયે તે કૌશલ્યા પાસે વિદાય લેવા પહોંચ્યા તો કહ્યું કે- જ્યારે મારે સેવાનો સમય છે ત્યારે ભગવાને આ દુઃખ આપી દીધું. પરંતુ જ્યારે ચિત્રકૂટમાં ભરતની સાથે આખો પરિવાર મળવા આવ્યો તો સીતાએ બધાની ખૂબ જ સેવા કરી. સીતાએ વનવાસ દરમિયાન સેવાનો ધર્મ છોડ્યો ન હતો. તેઓ રામને પણ વનવાસની મર્યાદાઓના પાઠ શીખવતાં.

સીતાએ હનુમાનજીને પોતાના પુત્ર માની લીધા હતા- अजर अमर गुननिधि सुत होहूं। સીતાએ પૂરી પ્રજાના સુખ માટે રાજ્યમાંથી નિકાલનો દંશ પણ સહન કરી લીધો.

રામ દ્વારા ત્યજી દેવાયા બાદ મહર્ષિ વાલ્મિકીના આશ્રમમાં સીતાએ લવ અને કુશને જન્મ આપ્યો. માતાના રૂપમાં સીતા જગત જનની છે. સીતાની પૂર્ણતા માતૃત્વમાં છે અને સફળતા પતિવ્રતતામાં.

આ કારણ છે કે પોતાના બધા કર્તવ્યોને પૂરા કર્યા પછી પોતાની પાવનતાને સિદ્ધ કરીને પૃથ્વીમાં સમાઈ જાય છે.

No comments:

Post a Comment