Diwali The Five Days Festival Of Hindus, Be Aware Of These 7 Inauspicious Things
સ્ત્રી-પુરૂષે પાચં દિવસીય દીપોત્સવમાં, ભુલથી પણ ન કરવાં આ 7 અશુભ કામ !
આગામી સપ્તાહ બુધવાર, 11 નવેમ્બરથી પાંચ દિવસના દીપોત્સવની શરૂઆત થઇ રહી છે. આ દિવસોમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણાં પ્રકારના ઉપયો કરવામાં આવશે, પૂજા કરવામાં આવશે, પરંતુ આ પ્રયાસોની સાથે થોડી સાવધાની પણ રાખવી જરૂરી છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, દિવાળીના દિવસોમાં આપણે ક્યા-ક્યા કામ કરવાથી બચવું જોઇએ. જો વર્જિત કરવામાં આવેલાં કામ દિવાળીમાં કરવામાં આવે તો ઘણાં ઉપાય કર્યા છતાં પણ લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થઇ શકતી નથી.
જો તમે મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો અહીં જણાવેલ 7 કામ દિવાળીના દિવસોમાં ન કરવા.
મોડે સુઘી સૂતા રહેવુઃ-
આમ જોકે રોજ સવારે જલ્દી ઉઠી જવુ જોઇએ, પરંતુ ઘણાં લોકો એવા પણ હોય છે જે સવારે મોડે સુધી સૂતા રહે છે. શાસ્ત્રો મુજબ દિવાળીના દિવસોમાં બધા જ બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠી જવું જોઇએ. જે લોકો આ દિવસે સૂર્યોદય પછી પણ સૂતા રહે છે, તેમને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત નથી થઇ શકતી. વિશેષ રૂપથી આ દિવસોમાં જલ્દી ઉઠવાનો પ્રયત્ન કરવો જોઇએ.
માતા-પિતા અને વૃદ્ધજનોનો અનાદર ન કરવોઃ-
દિવાળીના દિવસે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ કે, કોઇ પણ પરિસ્થિતિમાં કોઇ અધાર્મિક કૃત્ય ભૂલથી પણ ન થાય. માતા-પિતા તથા વૃદ્ધજનોનું સન્માન કરવું. જે લોકો માતા-પિતાનો અનાદર કરે છે, તેમને ત્યાં દેવી-દેવતાઓની કૃપા થતી નથી અને દરિદ્રતા બની રહે છે. કોઇને દગો ન આપવો. ખોટુ ન બોલવું. આ શુભ દિવસે બધા સાથે જ પ્રેમ પૂર્વક વ્યવહાર કરવો.
ઘરને સાફ રાખવુઃ-
દિવાળીના દિવસે ઘરમાં ગંદગી ન હોવી જોઇએ. ઘરની સાફ-સફાઇ દિવાળીના દિવસે ખૂબ જ મહત્વ રાખે છે. ઘરનો દરેક ખુણો આ શુભ દિવસમાં એકદમ શુદ્ધ થઇ જવો જોઇએ. કોઇપણ પ્રકારની ખરાબ વાંસ ઘરની આસપાસ પણ હોવી ન જોઇએ. સફાઇની સાથે જ ઘરમાં સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરીને ઘરને સુગંધિત બનાવી શકાય છે.
ગુસ્સો ન કરવોઃ-
દિવાળીના દિવસોમાં ગુસ્સો કરવો જોઇએ નહીં કારણ કે આ શુભ દિવસે ગુસ્સો કરવો ખૂબ જ અશુભ મનાય છે. જે લોકો આ દિવસે ગુસ્સો કરે છે અથવા રાડો પાડે છે તેમને ક્યારેય લક્ષ્મી કૃપા પ્રાપ્ત થતી નથી. ઘરમાં શાંત, સુખદ અને પવિત્ર વાતાવરણ બનાવીને રાખવું જોઇએ.
સાંજના સમયે સૂવું નહીઃ-
થોડી વિશેષ પરિસ્થિતિઓને છોડીને દિવસમાં અથવા સાંજના સમયે સૂવું ન જોઇએ. જો કોઇ વ્યક્તિ બીમાર છે, વૃદ્ધ છે અથવા કોઇ સ્ત્રી ગર્ભવતી છે તો તે આ દિવસોમાં સાંજના સમયે સૂઇ શકે છે, પરંતુ સ્વસ્થ વ્યક્તિને આ સમયે સૂવું ન જોઇએ. શાસ્ત્રો મુજબ જે લોકો આવા સમયમાં સૂતા રહે છે. તેઓ ટૂંક સમયમાં જ નિર્ધન બને છે.
એવી માન્યતા પણ છે કે, આ દિવસે રાતના સમયે ઘરના દરવાજા ખુલ્લા રાખવા જોઇએ, એટલે કે મહાલક્ષ્મી આપણા ઘરે આવી શકે. આ સંબંધમાં ધ્યાન રાખવા યોગ્ય વાત એ છે કે, જો આપણે રાત્રે દરવાજા ખુલ્લાં રાખીએ છીએ તો પૂરી સાવધાની રાખવી જોઇએ નહિતો ચોરી થવાનો ભય રહે છે.
ઝગડો ન કરવોઃ-
દિવાળીના આ દિવસે આ વાતનું ખાસ ઘ્યાન રાખવું કે, ઘરમાં કોઇપણ પ્રકારનો ક્લેશ અથવા ઝગડો ન થવો જોઇએ. ઘર-પરિવારના બધા જ સભ્યો સાથે પ્રેમથી રહેવું જોઇએ. બધા જ સભ્યો સાથે આનંદનું વાતાવરણ બનાવીને રાખવું જોઇએ. જે ઘરોમાં ક્લેશ અને ઝગડો થાય છે, ત્યાં દેવીની કૃપા હોતી નથી. ઘરની સાથે સાથે બહાર પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે આપણાથી કોઇ બહારના વ્યક્તિ સાથે પણ વાદ-વિવાદ ન થાય.
નશો ન કરવોઃ-
શાસ્ત્રો મુજબ આ દિવસોમાં કોઇપણ પ્રકારના નશા પણ વર્જિત છે. જે લોકો દિવાલીના દિવસે નશો કરે છે, તેઓ હમેશાં માટે દરિદ્ર બની જાય છે. નશો અભિશાપ સમાન માનવામાં આવે છે. એટલે કે, આ દિવસે નશો કરતા બચવું જોઇએ. નશો કરવાથી ઘરની પવિત્રતા નષ્ટ થઇ જાય છે, શાંતિ ભંગ થઇ શકે છે, વાદ-વિવાદ પણ થઇ શકે છે. સાથે જ, આ દિવસે કરવામાં આવતા ધાર્મિક કાર્યોમાં પણ વિઘ્ન આવી શકે છે.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐@@@@@@@@@@@@@@@@@@@@@
ધનતેરસ કે દિવાળીએ કરો આમાંથી કોઈ 1 ઉપાય, થઈ શકે છે ધનલાભ !
ધર્મ ગ્રંથો પ્રમાણે આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસને ધનતેરસ કે અને અમાસના રોજ દિવાળીનુ પર્વ મનાવવામાં આવે છે. આ બંને દિવસો ધન સંબંધી ઉપાય કરવા માટે સ્વયંસિદ્ધ મૂહુર્ત છે. આ વખતે ધનતેરસ 9 નવેમ્બર, સોમવારે તથા દિવાળી 11 નવેમ્બર, બુધવારે છે. ધનતેરસના દિવસે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરદેવ તથા દિવાળીના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે ધનતેરસ અને દિવાળીના દિવસે કરવામાં આવેલ દાન, હવન, પૂજા અને ઉપાયોનું ફલ અક્ષય(સંપૂર્ણ) હોય છે. તંત્રશાસ્ત્ર પ્રમાણે જો આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે કે કેટલીક વિશેષ વસ્તુઓને ઘરમાં રાખવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઉપાય કરનાર પણ માલામાલ થઈ શકે છે. જાણો ધનતેરસ અને દિવાળી ઉપર કયા ઉપાય કરશો.
-ધનતેરસ અને દિવાળીની સાંજે માતા લક્ષ્મીનું વિધિ-વિધાનથી પૂજા કરો અને ત્યારબાદ માતા લક્ષ્મીના ચરણોમાં સાત લક્ષ્મીકારક કોડીઓ રાખો. અડધી રાત પછી આ કોડીઓને ઘરના કોઈ ખૂણામાં ગાડી દો. આ પ્રયોગથી ઝડપથી આર્થિક ઉન્નતિ થવાના યોગ બનશે.
-ધનલાભ ઈચ્છનારા લોકો માટે કુબેર યંત્ર અત્યંત સફળતાદાયક હોય છે. ધનતેરસ કે દિવાળીના દિવસે બિલીવૃક્ષની નીચે બેસીને આ યંત્રને સામે રાખીને કુબેરમંત્રને શુદ્ધતાપૂર્વક જાપ કરવાથી યંત્ર સિદ્ધ થઈ જાય છે અને યંત્ર સિદ્ધ થયા પછી તેને ગલ્લા કે તિજોરીમાં સ્થાપિત કરવામાં આવે છે. તેની સ્થાપના પછી દરિદ્રતાનો નાશ થઈ, પ્રચુર માત્રામાં ધન અને યશની પ્રાપ્ત થાય છે.
મંત્રઃ- ऊं यक्षाय कुबेराय वैश्रवणाय धन्य धन्याधिपतये धन धान्य समृद्धि में देहित दापय स्वाहा
ધનતેરસ અને દિવાળીના દિવસે મહાલક્ષ્મી યંત્રની પૂજા કરી વિધિ-વિધાન પૂર્વક તેની સ્થાપના કરો. આ યંત્ર ધન વૃદ્ધિ માટે વધુ ઉપયોગી માનવામાં આવે છે. ઓછા સમયમાં વધુ ધન વૃદ્ધિ માટે આ યંત્ર અત્યંત ઉપયોગી છે. આ યંત્રનો ઉપયોગ દરિદ્રતાનો નાશ કરે છે. તે સોનાનો વરસાદ કરનાર યંત્ર માનવામાં આવ્યું છે. તેની કૃપાથી ગરીબ વ્યક્તિ પણ એકા-એક અમીર બની જાય છે.
-જૂના ચાંદીના સિક્કા અને રૂપિયાની સાથે કોડી રાખીને તેને લક્ષ્મી પૂજાના સમયે કેસર અને હળદરથી પૂજા કરો. પૂજા પછી તેને તિજોરીમાં રાખી દો. આ ઉપાયથી બરકત વધે છે.
ધનતેરસ કે દિવાળીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કાર્યોને પૂરાં કરી કોઈ લક્ષ્મી મંદિરમાં જાઓ અને માતા લક્ષ્મીને કમળના ફૂળ અર્પિત કરો અને સફેદ રંગની મિઠાઈનો ભોગ લગાવો. માતા લક્ષ્મી પાસે ધન સંબંધી સમસ્યાઓના નિવારણ માટે પ્રાર્થના કરો. થોડા જ સમયમાં તમારી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે.
શ્રીકનકધારા યંત્ર ધન પ્રાપ્તિ અને દરિદ્રતા દૂર કરવા માટે આ અચૂક યંત્ર છે તેની પૂજાથી દરેકને મનચાહ્યું કામ થઈ જાય છે. આ યંત્ર અષ્ટસિદ્ધિ અને નવનિધિઓ આપનાર છે. તેની પૂજા અને સ્થાપના પણ ધનતેરસ કે દિવાળીના દિવસે કરો.
ધનતેરસ કે દિવાળીન દિવસે શ્રીમંગળ યંત્ર પૂજા કરી સ્થાપના કરો. આ યંત્રને નિયમિત રીતે પૂજા કરશો તો ઝડપથી બધા પ્રકારના દેવાઓથી મુક્તિ મળી જાય છે. મંગળ ભૂમિ કારક ગ્રહ છે. આથી જે આ યંત્રને પૂજે છે તે અચલ સંપત્તિનો માલિક બને છે.
માતા લક્ષ્મની પાદુકાઓઃ-
ધનતેરસ કે દિવાળીના દિવસે માતા લક્ષ્મીની ચાંદીથી બનેલ ચરણ પાદુકાઓ ધન સ્થાન ઉપર એ રીતે રાખે કે તેમની દિસા ધન સ્થાન તરફ જતી હોય. તેનો અર્થ એ છે કે સદૈવ તમારા ધન સ્થાનમાં લક્ષ્મી નિવાસ કરે. આ ખૂબ જ ખાસ અચૂક ઉપાય છે.
ધનતેરસ કે દિવાળીની સાંજના સયમે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દિવો પ્રગટાવો. બત્તીમાં રૂની જગ્યાએ લાલ રંગના દોરાનો ઉપયોગ કરો. સાથે જ, દીવામાં થોડુ કેસર પણ નાખો. આ પ્રયોગથી પણ ધનનું આગમન થવા લાગે છે.
-ધનતેરસ કે દિવાળીના દિવસે વિધિવત પૂજા પછી ચાંદીથી નિર્મિત લક્ષ્મી ગણેશની મુર્તિને ઘરના પૂજાના સ્થાન ઉપર રાખવી જોઈએ. ત્યારબાદ દરરોજ તેની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની ખોટ પડતી નથી અને ઘરમાં સુખ અને શાંતિ પણ બની રહે છે.
ધનતેરસ કે દિવાળીની રાતે શુદ્ધતાની સાથે સ્નાન કરીને પીળી ધોળી ધારણ કરો અને એક આસન ઉપર ઉત્તરની તરફ મુખ કરીને બેસો. હવે પોતાની સામે સિદ્ધિ લક્ષ્મી યંત્રને સ્થાપિત કરો, જે વિષ્ણુ મંત્રથી સિદ્ધ હોય અને સ્ફટિક માળાથી નીચે લખેલ મંત્રનો 21 માળા જાપ કરો. મંત્ર જાપ કરતી વચ્ચે વચ્ચે ઊભા ન થાઓ., પછી શા માટે ઘુંઘરુઓનો અવાજ સંભળાય કે સાક્ષાત લક્ષ્મી જોવા મળે.
મંત્રઃ-
ऊँ श्रीं ह्रीं श्रीं ऐं ह्रीं श्रीं फट्
No comments:
Post a Comment