18 Jan 2016

Weight lose program (in Gujaratiગુજરાતી માં)

દિવસમાં 4થી 5 કિલો વજન ઉતારવામાં મદદ કરશે આ ટ્રિક્સ

આપણી ફાસ્ટ લાઈફ સ્ટાઈલના કારણે આપણને બધું જ ફટાફટ જોઈએ. રસોઈ બનાવવી છે તો ફટાફટ બેંકનું કામ કરવું છે તો ઓનલાઈન ફટાફટ શાક મંગાવવુ છે તો તે પણ ઓનલાઈન ફટાફટ આમ કામ કોઈપણ હોય આપણે સ્માર્ટનેસથી બધું કામ ઓછા સમયમાં કરતાં થઈ ગયાં છે તો આજે પણ આપણે વધેલી ચરબીને 10 જ દિવસમાં ઉતારવાની ટ્રિક્સ જોઈશું. ચાલો તો નજર કરીએ તે 10 દિવસનાં ડાયેટ પર જેની મદદથી તમે 10 દિવસની અંદર જ 4-5 કિલો વજન ઉતારી શકો છો.

Day 1
ફ્લેટ ટમી મેળવવાની ક્રિયામાં સૌથી પહેલા જંક ફૂડને તમારા રૂટિનમાંથી સદંતર રીતે કાઢી દો.જંક ફૂડના બદલે પોષક તત્વો અને ફાઇબરથી સમૃદ્ધ ખાદ્ય પદાર્થ જેવા કે ફળ, શાકભાજી, ઇંડાં, આખા અનાજ, ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદન, બીન્સ, સુકા મેવા વગેરે. તમારી સિસ્ટમને સાફ કરવા માટે તથા શરીરમાંથી ચરબી દૂર કરવા માટે દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી પીવો.

Day 2
બીજાં દિવસે બાફેલા અથવા કાચા શાકભાજી ખાવ. વેજ સૂપનો ઉપયોગ પણ કરી શકો છો. સુનિશ્ચિત કરો કે તમે દરરોજ બેથી ત્રણ કલાક સુધી કંઇકને કંઇક ખાઇ શકો.આનાથી તમારાં ચયાપચયનો દર વધશે અને બ્લડ શુગર પણ સ્થિર રહેશે.

Day 3
તમારાં નાસ્તામાં લગભગ 50 ગ્રામ કાર્બોહાઇડ્રેડ લો. જો તમે ફેટને ઝડપથી ઘટાડવા ઇચ્છો છો તો એવા આહાર લો જેમાં કાર્બોહાઇડ્રેડ ઓછી માત્રામાં હોય. તમે મઠ્ઠો, દહીં, તાજા ફળો અને શાકભાજી સ્નેક્સની માફક ખાઇ શકો છો. ફેટની માત્રા માટે ઓલિવ ઓઇલ અથવા ફિશ ઓઇલનો ઉપયોગ કરો.

Day 4
નાસ્તામાં ત્રણ ઇંડાના સફેદ ભાગથી બનેલી આમલેટ અથવા શાકભાજી કે પાલક ખાઇ શકો છો. બપોરના ભોજનમાં શાકભાજી અને ઓલિવ ઓઇલને મેળવીને બનાવેલું સલાડ ખાઇ શકો છો. જ્યારે પણ તમને ભૂખા લાગે ત્યારે તમે એક મુઠ્ઠીભરીને સુકા મેવા વગેરે ખાઇ શકો છો. તેનાથી તમારી ભૂખ પણ મટી જશે.

Day 5
આ દિવસે તમે ઓછી ચરબીવાળું દૂધ અને ફળ લઇ શકો છો. જો તમે ઇચ્છો તો એક અથવા બે કેળા પણ ખાઇ શકો છો. તમે પેટ ભરવા માટે તથા તમામ પોષક તત્વોને ગ્રહણ કરવા માટે શાકભાજીનું સૂપ અથવા સલાડ લઇ શકો છો. ભરપૂર પાણી પીવો તથા ઉઠક-બેઠકની કસરત સામેલ કરો.

Day 6
આ દિવસે તમે નાસ્તામાં ગ્રીન બિન્સ,એક અથવા બે ઇંડાના સફેદ ભાગમાંથી બનેલી ભૂર્જી અથવા ટમાટર ખાઇ શકો છો. દિવસમાં પાંચ વખત ફળ અને શાકભાજી ખાવાનું ના ભૂલો. વોકિંગથી લઇને સિટ અપ્સનો પણ વ્યાયામ કરો.

Day 7
તમે નાશ્તામાં સ્ટીમ્ડ પાલક અથવા ગ્રિલ્ડ ટમાટર ખાઇ શકો છો. સ્નેક્સમાં બ્રાઝીલ નટ્સ, તરબૂચના બીજ અથવા સ્ટીમ્ડ બ્રોકોલીનો ઉપયોગ પણ કરી શકાય છે. આજે તમે એરોબિક એક્સરસાઇઝ કરી શકો છો.

Day 8
એવા ખાદ્ય પદાર્થ ન ખાવ જેમાં પોષક તત્વોની માત્રા ઓછી હોય. તમે નાશ્તામાં ઘઉંના લોટમાંથી બનેલી બ્રેડ અથવા બે ઇંડાના સફેદ ભાગમાંથી બનાવેલી ઓમલેટ ખાઇ શકો છો. દરરોજ 10થી 12 ગ્લાસ પાણી પીવો અને હેલ્ધી સ્નેક્સ જેમ કે, સોયા ક્રિસ્પ, દહીંના ડિપની સાથે ફ્રૂટ્સ વગેરે ખાવ.

Day 9
નવમાં દિવસે માત્ર ગ્રીન શાકભાજી જેમાં કેલરી ઓછી માત્રામાં હોય. આનાથી તમારાં પાચન તંત્રમાં જમા થયેલા ફેટને સાફ કરવામાં સહાયતા મળશે. સારા પરિણામ મેળવવા માટે વધારે રેસાવાળી શાકભાજી સામેલ કરો.

Day 10
નાસ્તામાં આખા અનાજથી બનેલા ખાદ્ય પદાર્થ અને ફળ લઇ શકો છો. જ્યારે પણ જરૂર પડે ત્યારે ઓછી ચરબી યુક્ત તથા હાઇ ફાઇબર યુક્ત સ્નેક્સ અથવા સૂપ લો. તમે તમારાં વ્યાયામમાં અલગ કરી શકો છો. જેમ કે, દોરડાં કૂદવા અથવા યોગાસન. પરિણાને જાળવી રાખવા માટે બાકીના દિવસોમાં ઓછી શર્કરા, કાર્બોહાઇડ્રેડ યુક્ત આહાર લેતા રહો.

   

No comments:

Post a Comment