21 Sept 2011

ગરબા

ગરબા મુખ્યતઃ ગુજરાત, ભારતના ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકો જાણીતી છે. આ નૃત્ય દ્વારા દેવીની આરાધના કરવામાં આવે છે. આ ભારત ના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.
નૃત્ય ઉપરાંત નવરાત્રીમાં કાણા વાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓને પણ ગરબા કહે છે. નવરાત્રી દરમ્યાન માતાજી ની સ્તુતિ માં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે.
ઇતિહાસ અને મહત્વ
ગરબાની શરૂઆત ઉત્તર ગુજરાતમાં થઇ હોવાનું મનાય છે. ગરબા શબ્દનો મૂળ અર્થ થાય છે - કાણા વાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજી ની પૂજામાં મુકવામાં આવે છે. ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ "ગર્ભ" સાથે સંકળાયેલો હોઇ શકે. ગરબા એ ગુજરાત ની સંસ્ક્રુતી નુ ગૌરવ છે. ગરબા ગુજરાતી લોકો માટે ખાસ છે.ગરબા ખાસ કરીને અમદાવાદ, સુરત ,રાજકોટ,વડોદરા જેવા શહેરો મા ધામ-ધૂમ થી ઉજવવામા આવે છે.લગભગ નાના-મોટા સૌ ને ગરબા પસંદ હોય છે.
ગરબા ના મુખ્ય પ્રકાર રાસ,ત્રણ તાલી,બે તાલી,ટૅટૂડૉ(હિંચ) છે. આ સીવાય વિવિધ પ્રકાર ના ડાન્સ જેવા ગરબા પણ કરવા મા આવે છે(જુવાનીયાઓ પસંદ કરે છે)
એક રમુજી કહેવતઃ "જો તમને ગરબા નથી આવડતા તો તમે ગુજરાતી નથી."
ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી ના પર્વ દરમીયાન અમદાવાદ મા સૌ લોકો માટે (સાર્વજનીક) ગરબા મહોત્સવ નુ આયોજન કરવામા આવે છે, જેમા કેટલાક વીદેશી લોકો પણ હોંશે-હોંશે ભાગ લે છે.
નવરાત્રી દરમ્યાન સ્ત્રીઓ ભેગી થઇ માતાજીની સ્તુતિ ગાતી, અને આ ગરબા ની આજુબાજુ વર્તુળમાં નૃત્ય કરતી. આમ નવરાત્રીમાં ગરબાનું દીવા તરીકે મહત્વ વધ્યું, અને તે પરથી માતાજીના સ્તુતિ ગીતો તથા નૃત્ય બંનેને ગરબા એવું નામ મળ્યું. ગરબા એ બહુવચન શબ્દ છે. એકવચનમાં ગરબાને (દીવો, ગીત તથા નૃત્ય ત્રણે માટે) "ગરબો"(પુલ્લિંગ) કહેવાય છે.
ગરબા એક નૃત્ય છે, પણ નાચવાની ક્રિયા ને "ગરબા નાચવા", તેમ નહીં પણ "ગરબા રમવા", "ગરબે ઘુમવું", "ગરબા ગાવા", "ગરબા કરવા" વગેરે રીતે વાક્યમાં પ્રયોગ થાય છે.
ગરબો એ એક લોક સંસ્કૃતિ છે. ગામડાંમાં જ્યારે અનાજ પાકી જાય, ને આનંદના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઇને દેવીદેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા હતા. આમાંથી એક લોકસંગીતનો પ્રકાર ઉભો થયો જેને ગરબો કહેવાયો. આનું આધુનિક સ્વરૂપ એટલે ગરબા નૃત્ય. જૂની પરંપરામાં રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી, ટીપ્પણી વગેરે પ્રકાર ઉભા થયા. જુદાજુદા પ્રદેશમાં જુદીજુદી રીતે ગરબા લેવાતા થયાં ને એમાં જુદા તાલ, અને પગલાં લેવાતાં થયાં.

No comments:

Post a Comment