1 Sept 2011

જય ગણેશ


कालौ गणाधिपः श्रेष्ठस्तेनानन्तफलप्रदः।
पूजयेदेवदेवेशं सर्वविघ्नोपशान्तये॥
अन्ते च परमं धाम दधाद भत्केषु पावनम।
ભગવાન શ્રી ગણેશ કલયુગમાં સર્વશ્રેષ્ઠ દેવ કહેવાય છે. જેથી તે અનન્ત ફલના દાતા છે. મનુષ્યોના સકલ વિઘ્નોની નિવૃતિ માટે દેવાધિદેવ ગણેશજીની પૂજા કરવી જોઇએ. ગણેશજી આ લોકમાં ધન ધાન્ય આદિ આપે છે અને અંતે શરીર છોડ્યા પછી ભક્તને પરમ પાવન દિવ્ય ધામ આપે છે.
॥ कलौ चंडी विनायकौ ॥
આ સૂત્ર અનુસાર કલિયુગમાં ચંડી (દેવી) અને ગણેશજીની આરાધના શ્રેષ્ઠ કહી છે.
સનાતન ધર્મમાં મુખ્ય પાંચ દેવતાઓ છે. જેમાં ગણેશજી નો સમાવેશ થાય છે. ભગવાન ગણેશ પૃથ્વી તત્વના અધિપતિ દેવ છે માટે ઉપનિષદોમાં કહ્યુ છે કે मूलाधार स्थितोसि नित्यम ॥ ગણેશજી મૂલાધારમાં નિત્ય સ્થિત છે.
ગણેશ યજ્ઞનું મહત્વ
ભગવાન શ્રી ગણેશની આરાધનાથી મનુષ્યના વિઘ્નો, સંકટો અને અશાંતિ દૂર થાય છે. નારદ પુરાણમાં સંકષ્ટ નાશનનામનું ગણપતિનું સ્તોત્ર છે, જેમાં નારદજી કહે છેઃ
विध्यार्थी लभते विध्या धनार्थी लभते धनम् ।
पुत्रार्थी लभते पुत्रान्मीक्षार्थी लभते गतिम्
વિધ્યાર્થી ગણેશજીની ઉપાસના કરે તો તેને વિધ્યાની પ્રાપ્તિ થાય છે. ધન પ્રાપ્તિની કામના થી પૂજા કરે તો ધનની પ્રાપ્તિ થાય છે. પુત્ર પ્રાપ્તિની કામના વાળાને પુત્ર પ્રાપ્ત થાય છે. મોક્ષ ઈચ્છનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

No comments:

Post a Comment