6 Oct 2011

કબીરા કુઑં એક હૈ, પનિહારી અનેક


કબીરા કુઑં એક હૈ, પનિહારી અનેક
- વિચાર વીથિકા
કબીરે એમનું બારણું ખખડાવ્યું. એ બહાર આવ્યા એટલે કબીરે એમની પાસે પીવાનું પાણી માંગ્યું. ફકીર બે પ્યાલા ભરીને પાણી લઈ આવ્યા. કબીરે પાણી પીઘું પણ પંડિતે ના પીઘું
કાશીમાં એક શેરી કબીર ચોરાતરીકે ઓળખાય છે. આજથી લગભગ સાડા પાંચસો વર્ષ પહેલાં ત્યાં નીરુ નામનો એક મુસલમાન વણકર રહેતો હતો. એક દિવસ તે એની પત્ની નીમા સાથે કાશી પાસે આવેલા લહરતારામાંથી પસાર થતો હતો ત્યારે એને ફૂલોના નાના ઢગલામાંથી એક નવું જન્મેલું બાળક મળી આવ્યું. બન્નેને એ બહુ ગમી ગયું. બાળકના માતા-પિતાની ભાળ ન મળતાં તે તેને પોતાના ઘેર લઈ આવ્યા અને તેનું નામ કબીર પાડી એનો ઉછેર કરવા લાગ્યા. વિક્રમ સંવત ૧૪૫૫ના જેઠ માસની પૂનમના રોજ સોમવારે વટસાવિત્રી વ્રત હતું એ દિવસે એમનો જન્મ થયો હોવાનું મનાય છે. મોટા થયા બાદ તે પિતાનો વણકરનો ધંધો જ કરતા હતા. બાળપણથી જ તેમનું મન પ્રભુ ભક્તિ તરફ વળી ગયું હતું. તે હંિદુ સાઘુસંતોને મળતા અને મુસ્લિમ ફકીરોને પણ મળતા અને એ સર્વે પાસેથી જ્ઞાન ગ્રહણ કરતા. આ સાઘુસંગતના આધારે એમને આત્મજ્ઞાન ઉપલબ્ધ થયું અને ઈશ્વરના એકત્વનો બોધ થયો. એ સર્વને સમજાવતા કે સર્વમાં ઈશ્વર રહેલો છે અને એની સૃષ્ટિમાં કોઈ ઊંચ-નીચ નથી. નાત-જાત-ધર્મ-સંપ્રદાયના ભેદભાવો અજ્ઞાની માણસોએ ઊભા કરેલા છે અને એ સાવ ખોટા છે.
કબીર કેટલીકવાર રૂઢિચુસ્ત પંડિતોને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવતા પણ એમના ગળે એ વાત ઊતરતી નહોતી. કબીર એમને આંખના કણાની જેમ ખૂંચતા અને એમને હંમેશાં ઉતારી પાડવાનો પ્રયત્ન કરતા. પણ એની કબીર પર કોઈ અસર પડતી નહીં. એકવાર એક પંડિત ગંગામાં સ્નાન કરીને બહાર કિનારા તરફ આવી રહ્યા હતા. ત્યાં એમને કબીર મળી ગયા. ત્યાં ઘણા બધા લોકોની ઉપસ્થિતિ હતી. પંડિતને થયું કે કબીરને ઉતારી પાડવાનો આ એક સરસ અવસર છે. એટલે એ કબીર સાથે ઝગડવા લાગ્યા - તમે તો વણકર જ્ઞાતિના છો. તમને ધર્મશાસ્ત્રોમાં શી સમજણ પડે ? તેથી ધર્મ અને સંપ્રદાયની વાતો કરવાની બંધ કરી કપડાં વણવાનું કામ જ કર્યા કરો !કબીરે હસતાં હસતાં કહ્યું - મને શાસ્ત્રાર્થ કરવામાં કોઈ વાંધો નથી. તમારી ઈચ્છા હોય તો અત્યારે જ, તમે કહો ત્યાં જઈને ધર્મના સાચા સ્વરૂપની ચર્ચા કરીએ.પંડિતે કહ્યું- સારું તો અત્યારે જ બજાર વચ્ચે જઈએ અને થોડા વધારે લોકો ભેગા થાય એટલે શાસ્ત્રાર્થ કરીએ.કબીરે જોયું તો એ પંડિત એમનાથી થોડા દૂર ને દૂર રહીને જ ચાલતા હતા એટલે એ સમજી ગયા કે આ હજુ ઊંચ-નીચના વાડામાં પૂરાઈ રહેનાર જ છે.
તે બન્ને ચાલીને જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં એક મુસલમાન ફકીરનું ઘર આવ્યું. કબીરે એમનું બારણું ખખડાવ્યું. એ બહાર આવ્યા એટલે કબીરે એમની પાસે પીવાનું પાણી માંગ્યું. ફકીર બે પ્યાલા ભરીને પાણી લઈ આવ્યા. કબીરે પાણી પીઘું પણ પંડિતે ના પીઘું. એટલું જ નહીં પણ નાકનું ટેરવું ચડાવીને કહ્યું - હું વિધર્મીના ઘરનું પાણી પીતો નથી.આમ કરતાં એ આગળ વધતા ગયા. રસ્તામાં એક ચમારનું ઘર આવ્યું. કબીરે એના ઘરનું પણ પાણી પીઘું અને બ્રાહ્મણ પંડિતને પાણી પીવું છે કે કેમ એવું પૂછ્‌યું ત્યારે તેણે જવાબ આપ્યો - હું અસ્પૃશ્યના ઘરનું પાણી પીતો નથી.કબીર એ વખતે તો કશું બોલ્યા નહીં.
થોડીવાર બાદ તે બન્ને એક કૂવા પાસે આવી પહોંચ્યા. કૂવો જોઈને કબીર પંડિતને કહેવા લાગ્યા - અહીં થોડીવાર થોભી જઈએ. થોડુંઘણું જળપાન કરીને સામેના ચોતરા પર બેસીને શાસ્ત્રાર્થ કરીએ. કૂવા પર અનેક પનિહારીઓ જળ ભરતી હતી. એક મુસલમાન સ્ત્રી હતી તો એક હંિદુ. એક ચમાર હતી તો એક લુહાર જ્ઞાતિની હતી. એમાં એક બ્રાહ્મણ હતી તો એક વણિક પણ હતી. કૂવામાંથી પાણી બહાર કાઢવાના એમનાં ઘડા પણ જુદી જુદી ધાતુના અને આકાર પ્રકારના હતા. કૂવામાંથી એમણે પોતપોતાના ઘડાઓમાં જળ ભર્યું એ જોઈને કબીરે પેલા પંડિતને કહ્યું - કબીરા કુઑં એક હૈ, પનિહારી અનેક બરતન સબકે ન્યારે હૈ, પાની સબમેં એકકૂવો એક છે અને તેમાંથી પાણી કાઢનારી પનિહારીઓ અનેક છે. એમના પાત્રો વિવિધ પ્રકારનાં છે પણ એ બધામાં પાણી તો એક જ કૂવાનું સરખું જ છે. પરમ તત્ત્વ સંબંધિત ધર્મનો કૂવો એક છે. તેમાંથી જળ બહાર કાઢનાર પનિહારીઓ એટલે જુદા જુદા ધર્મ, સંપ્રદાય, વર્ણ અને જ્ઞાતિના લોકો. જળ ભરવાના પાત્રો એટલે ધર્મના સિદ્ધાંતો. એ ભલે અલગ-અલગ હોય પણ કૂવાનું જળ તો એકસમાન હોય એમ સત્ય અને ઈશ્વર તો એક જ છે.
પંડિત જ્ઞાની હતો. એને આ સમજાઈ ગયું. એનું અજ્ઞાન દૂર થઈ ગયું અને નાતજાતના તમામ ભેદભાવો દૂર થઈ ગયા અને તે બધાના હાથનું ખાવા-પીવા લાગ્યો!

વિજયનું મહાપર્વ... દશેરા વિજયા દશમી



દશેરાનો તહેવાર અધર્મ પર ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજયનો દિવસ છે
દશેરાના દિવસે આપણે રાવણદહન જોઇને ખુશ થઇએ છીએ પણ તે રાવણ આપણામાં તો થોડા અંશે વસી રહ્યો નથી ને તેની તપાસ કરવાની જરૃર છે.
વિરતા અને વિજયનું મહાપર્વ... દશેરા વિજયા દશમી
ભારત એક અઘ્યાત્મ પ્રધાન દેશ છે, ઉત્સવ ઘેલો પણ છે આઘ્યાત્મિક ક્ષેત્રે સારા વિશ્વમાં અગ્રેસર છે બિનસાંપ્રદાયિક ભારતમાં છાશવારે કોઈને કોઈ આઘ્યાત્મિક, સામાજીક, રાજકીય કે અન્ય પ્રસંગો નિમિત્તે વિધવિધ ઉત્સવો ઉજવાયા કરે છે. કદાચ વિશ્વના કોઈ પણ દેશ કરતા ભારતમાં સૌથી વઘુ ઉત્સવો ઉજવાતા હશે.
નવરાત્રિ ઃ એક આવો જ આઘ્યાત્મિક આનંદોત્સવ છે ભારતની ગણમાન્ય દેવીઓમાં શ્રી અંબામાતાનું મહત્ત્વ કાંઈક અનોખું જ છે. ભારતના શાસ્ત્રોક્ત માન્યતા પ્રમાણે તેત્રીસ કરોડ દેવી- દેવતાઓમાંની, નવ વિદ્યમાન દેવીઓની પ્રશંસા દ્વારા મહિમા વધારતો આસો સુદ એકમથી નવ દિવસ માટે ઉજવાતો નવરાત્રિનો આ એક આગવો અને અનોખો પ્રસંગ છે. આ નવ દેવીઓમા શ્રી અંબાદેવી, શ્રી કાલિકાદેવી, શ્રી ગાયત્રીદેવી, શ્રી સંતોષી મા, શ્રી ખોડિયાર માતાજી, શ્રી લક્ષ્મીદેવી, શ્રી બહુચર માત, શ્રી સરસ્વતી દેવી અને શ્રી ઉમિયા દેવી. શ્રી અંબા દેવીનું ગાયન- પૂજન, સાધના- આરાધના અને ગરબી દ્વારા અદમ્ય અને આગવું જ મહત્ત્વ વર્તાય છે અને કેમ ન હોય ? શ્રી અંબાદેવીની કેટલીક ગુણવાચક અને કર્તવ્યવાચક નામોથી પણ પ્રચલિત છે. જેમ કે શ્રી અંબાદેવી, શ્રી જગદંબા, અષ્ટશક્તિ ધારિણી વાઘેશ્વરી ઇત્યાદિ ઉપરાંત.
(
૧) મહિસાસૂર મર્દિની ઃ મહિસાસૂર નામના ભયંકર રાક્ષસનો સંહાર કરનારી.
(
૨) આરાસુરી ઃ રાજસ્થાન અને ગુજરાતની સરહદ પાસે આવેલ, અરવલ્લી પર્વતોની આરાસુર નામના ડુંગરની હારમાળામાં બિરાજમાન દેવી.
(
૩) ચાચર ચોકવાળી ઃ શ્રી અંબાજી મંદિરના પ્રાંગણમાં આવેલ ચાચર ચોકમાં ગરબે ધુમવાવાળી.
(
૪) પાવાગઢવાળી ઃ ગુજરાતના ગોધરા જિલ્લાના ચાંપાનેર પ્રદેશમાં આવેલ પાવાગઢ પર્વત પર આશનાષ્ઠિત દેવી.
(
૫) શાકંભરી દેવી ઃ મનુષ્યાત્માના બુદ્ધિરૂપી કુંભને જ્ઞાનરૂપી જળથી ભરપુર કરવાવાળી.
શ્રી જગદંબાને અષ્ટશક્તિ ધારીણી કેમ કહેવાય છે ?ઉગ્ર શિવોપાસના દ્વારા શિવજીને પોતાની બનાવી, રીઝવી એમના વરદાનરૂપ, વિશિષ્ટરૂપે આગવી આઠેય શક્તિ આત્મસાત કરી હતી.
*
અષ્ટશક્તિ કઈ ?
(
૧) સમેટવાની શક્તિ ઃ આ જીવન ક્ષણભંગુર છે અને દરેકે જીવનકાળ સમેટી આ દુનિયા છોડીને જવાનું છે. આ મહાપ્રયાણ પૂર્વે આપણે આપણામાં રહેલ બુરાઈઓ, કમી કમજોરીઓને, પ્રભુ પિતાની સાચી યાદ, પ્રાર્થના સ્તુતિ દ્વારા ભસ્મ કરી એ ઇશ્વરીય સમર્થ યાદમાં રહી સત્કર્મોનું ભાથુ બાંધ ઉપશમ વૃત્તિ કેળવવી, નિસ્પૃહી જીવન જીવતા સદા તૈયાર રહેવું જેથી અંત સમયે ક્ષોભ કે અફસોસ ન કરવો પડે.
(
૨) સહનશીલ ઃ સાચી ઇશ્વરીય યાદમાં રહી અગરબત્તીની જેમ સ્વયં સેવાધારી બની જીવનમાં આવતી આફતો વિપરીત પરિસ્થિતિઓનો સફળતાપૂર્વક સામનો કરી, સહન કરી વૃક્ષની જેમ પથ્થર મારનારને પણ સ્વાદિષ્ટ ફળ આપી અપકારી પર ઉપકાર કરવાની વૃત્તિ.
(
૩) સમાવવાની શક્તિ ઃ સાગરની જેમ ઉદારવૃત્તિ રાખી આ કલિયુગી ભ્રષ્ટાચારી, દુનિયામાં રહેવા છતાં સર્વ બદીઓને અંદર સમાવી કાદવમાં કમળ મારફત અલિપ્ત રહી શાંત અને આનંદી સ્વસ્થતા કેળવવાની શક્તિ.
(
૪) પરખ શક્તિ ઃ ઝવેરી માફક સાચા ખોટા પરિસ્થિતિ, સંજોગોને પારખવાની શક્તિ.
(
૫) નિર્ણય શક્તિ ઃ દરેક પરિસ્થિતિમાં દરેક કર્મના આદિ, મઘ્ય અંતના પરિણામનો વિચાર કરી યોગ્ય નિર્ણય કરવાની શક્તિ.
(
૬) સામનો કરવાની શક્તિ ઃ ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ સફળતાપૂર્વક સામનો કરવા આ સૃષ્ટિરૂપી રંગમંચ પર ડ્રામાની ઢાલ ને નજર સમક્ષ રાખી સાક્ષીદ્રષ્ટા બની ઉચ્ચ સાધનામાં આવતા વિધ્નોનો હંિમતપૂર્વક સામનો કરવાની શક્તિ.
(
૭) સહયોગ શક્તિ ઃ સહયોગ આપવાની અને સહયોગ લેવાની આ કલિયુગી પહાડને આસાનીથી પાર કરવાના ભગીરથ કાર્યમાં એકબીજાને સહયોગ આપવાની તેમજ સામાનો સહયોગ મેળવવાની શક્તિ.
(
૮) વિસ્તાર અને સંકીર્ણ ઃ પોતાની લૌકિક કે અલૌકિક પ્રવૃત્તિ, ગમે તેટલી વિસ્તારી હોય તે છતાં કાર્ય સંપન્ન થતા એક ક્ષણમાં કાચબાની જેમ પોતાની કર્મેન્દ્રિયને ભીતર સમાવી લઈ તેની પર કાબૂ મેળવવાની શક્તિ. ઉપરોક્ત આઠેય શક્તિ શ્રી જગદંબાએ આત્મસાત કરી હતી. તેના પ્રતીકસમ તેમને આઠ હાથ બતાવ્યા છે દરેક શક્તિની યાદગાર રૂપ, એક હાથ બતાવ્યો છે આથી તેમને અષ્ટશક્તિધારીણીકે અષ્ટભૂષાધારીણીકહેવાય છે બાકી વાસ્તવમાં કોઈને આઠ હોય ખરા ?
*
શક્તિ સ્રોત ઃ
શાસ્ત્રોમાં પુષ્કળ દાખલાઓ ઉદાહરણો પુષ્ટિ કરે છે કે મનુષ્યો ઇશ્વરોપાસના, વિશિષ્ટ સાધના, જપ, તપ, ઇત્યાદિ દ્વારા શિવને પ્રસન્ન કરી તેમની પાસેથી વરદાનરૂપમાં જુદી જુદી શક્તિઓ, પ્રાપ્ત કરતા હતા. ઉદાહરણરૂપ રાવણ જેવા ભયંકર રાક્ષસે પણ શિવને ઘોર તપસ્યા દ્વારા પ્રસન્ન કરી અગણિત શક્તિઓ પ્રાપ્ત કરી હતી. હિરણ્યકશ્ય, રાક્ષસે શિવોપાસના દ્વારા વરદાનરૂપ, ઘર બહાર ઉપર નીચે ક્યાંય મૃત્યુને વશ ન થવાની શક્તિ મેળવી હતી. શિશુપાલ રાક્ષસનો પણ દાખલો મોજૂદ છે. આમ, શિવોપાસના દ્વારા શિવજીને રીઝવી એની પાસે શક્તિઓ મેળવી હતી આથી શક્તિઓનો મૂળસ્રોત છે શિવ.
અહીં એક બાબત નોધનીય છે કે ફક્ત શિવજીની શિવોપાસના દ્વારા આ શક્તિઓ મેળવી હતી બીજા કોઈ કહેવાતા ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રામ ઇત્યાદિ દ્વારા કોઈએ પણ આવી શક્તિઓ મેળવી જાણી નથી. હા, કેટલીકવાર બીજા ભગવાનો દ્વારા ક્ષણિકકોઈ શક્તિ મેળવાય છે પણ તે કાયમ રહેતી નથી.
*
સર્વ દેવીઓમાં શ્રી જગદંબાનું મહત્ત્વ કેમ વઘુ ?શક્તિઓ મેળવવી એક વાત છે પરંતુ એ શક્તિઓને હરહંમેશ માટે આત્મસાત્‌ કરવી અલગ જ બાબત છે બીજું ફક્ત એ જ શક્તિની અવેજમાં સાથે બીજી અનેક શક્તિઓનો સમન્વય કરવો, ઉપરાંત આ શક્તિઓ પણ એની પૂર્ણ માત્રામાં આત્મસાત કરવી યાને શક્તિઓ એની ૧૦૦% માત્રામાં ધારણ કરવી એક અનોખી જ સિદ્ધિ ગણાય છે તે ઉપરાંત શક્તિઓનું યોગ્ય સંકલન, સંતુલિત અને સુયોગ્ય રીતે ઉપયોગ તે પણ યોગ્ય સમયે અને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં કરવો. શક્તિઓને કાર્યાન્વિત કરવી, મનુષ્યને ઉચ્ચતમ શિખરે લઈ જાય છે. શ્રી જગદંબા માતાએ ઉપરોક્ત આઠેય શક્તિઓને, શિવોપાસના દ્વારા મેળવી, આત્મસાત્‌ કરી હતી અને ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં તેનો યોગ્ય ઉપયોગ કરી જાણ્યો હતો બાકી આઘ્યાત્મિક ગણિત જ એવું છે કે એક શક્તિમાં બીજી શક્તિ ભળે તો, શક્તિઓનો સરવાળો થવાને બદલે ગુણાકાર થાય છે. અને આ શક્તિઓનો ગુણાકાર ગજબનો ચમત્કાર સર્જી શકે છે અને તેનું ઉદાહરણ શ્રી અંબા માતા છે આ કારણે શ્રી અંબા માતાનું બીજી બધી દેવીઓ કરાતં મહત્ત્વ વઘુ છે અને એનું સ્થાન આગવું અને અનોખું જ ગણાય છે.
*
શક્તિઓની ઉપાસના રાત્રે જ કેમ ?અહંિ રાત્રિનો અર્થ ૨૪ કલાકમાં આવતી રાત્રિનો સંકેત નથી પરંતુ મનુષ્યના અજ્ઞાન, અંધકારરૂપી રાત્રિ અજ્ઞાન, અંધકારમાં જ મનુષ્યો, માયારૂપી વિકારો, વિકૃત પ્રવૃત્તિઓમાં ફસાયેલા રહે છે. નિર્બળ બની જાય છે. કોઈ હામ રહેતી નથી આવા વખતે જ આ બધી માયાજાળમાંથી છૂટવા, મુક્તિ મેળવવા ભગવાન પાસે, જપ, તપ, પ્રાર્થના ઇત્યાદિ દ્વારા શક્તિઓ મેળવવાની જરૂરત ઉભી થાય છે. આમ અહિ અજ્ઞાન અંધકારરૂપી રાત્રિનો સંકેત છે.
-