6 Oct 2011

વિજયનું મહાપર્વ... દશેરા વિજયા દશમી



દશેરાનો તહેવાર અધર્મ પર ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજયનો દિવસ છે
દશેરાના દિવસે આપણે રાવણદહન જોઇને ખુશ થઇએ છીએ પણ તે રાવણ આપણામાં તો થોડા અંશે વસી રહ્યો નથી ને તેની તપાસ કરવાની જરૃર છે.
વિરતા અને વિજયનું મહાપર્વ... દશેરા વિજયા દશમી
ભારત એક અઘ્યાત્મ પ્રધાન દેશ છે, ઉત્સવ ઘેલો પણ છે આઘ્યાત્મિક ક્ષેત્રે સારા વિશ્વમાં અગ્રેસર છે બિનસાંપ્રદાયિક ભારતમાં છાશવારે કોઈને કોઈ આઘ્યાત્મિક, સામાજીક, રાજકીય કે અન્ય પ્રસંગો નિમિત્તે વિધવિધ ઉત્સવો ઉજવાયા કરે છે. કદાચ વિશ્વના કોઈ પણ દેશ કરતા ભારતમાં સૌથી વઘુ ઉત્સવો ઉજવાતા હશે.
નવરાત્રિ ઃ એક આવો જ આઘ્યાત્મિક આનંદોત્સવ છે ભારતની ગણમાન્ય દેવીઓમાં શ્રી અંબામાતાનું મહત્ત્વ કાંઈક અનોખું જ છે. ભારતના શાસ્ત્રોક્ત માન્યતા પ્રમાણે તેત્રીસ કરોડ દેવી- દેવતાઓમાંની, નવ વિદ્યમાન દેવીઓની પ્રશંસા દ્વારા મહિમા વધારતો આસો સુદ એકમથી નવ દિવસ માટે ઉજવાતો નવરાત્રિનો આ એક આગવો અને અનોખો પ્રસંગ છે. આ નવ દેવીઓમા શ્રી અંબાદેવી, શ્રી કાલિકાદેવી, શ્રી ગાયત્રીદેવી, શ્રી સંતોષી મા, શ્રી ખોડિયાર માતાજી, શ્રી લક્ષ્મીદેવી, શ્રી બહુચર માત, શ્રી સરસ્વતી દેવી અને શ્રી ઉમિયા દેવી. શ્રી અંબા દેવીનું ગાયન- પૂજન, સાધના- આરાધના અને ગરબી દ્વારા અદમ્ય અને આગવું જ મહત્ત્વ વર્તાય છે અને કેમ ન હોય ? શ્રી અંબાદેવીની કેટલીક ગુણવાચક અને કર્તવ્યવાચક નામોથી પણ પ્રચલિત છે. જેમ કે શ્રી અંબાદેવી, શ્રી જગદંબા, અષ્ટશક્તિ ધારિણી વાઘેશ્વરી ઇત્યાદિ ઉપરાંત.
(
૧) મહિસાસૂર મર્દિની ઃ મહિસાસૂર નામના ભયંકર રાક્ષસનો સંહાર કરનારી.
(
૨) આરાસુરી ઃ રાજસ્થાન અને ગુજરાતની સરહદ પાસે આવેલ, અરવલ્લી પર્વતોની આરાસુર નામના ડુંગરની હારમાળામાં બિરાજમાન દેવી.
(
૩) ચાચર ચોકવાળી ઃ શ્રી અંબાજી મંદિરના પ્રાંગણમાં આવેલ ચાચર ચોકમાં ગરબે ધુમવાવાળી.
(
૪) પાવાગઢવાળી ઃ ગુજરાતના ગોધરા જિલ્લાના ચાંપાનેર પ્રદેશમાં આવેલ પાવાગઢ પર્વત પર આશનાષ્ઠિત દેવી.
(
૫) શાકંભરી દેવી ઃ મનુષ્યાત્માના બુદ્ધિરૂપી કુંભને જ્ઞાનરૂપી જળથી ભરપુર કરવાવાળી.
શ્રી જગદંબાને અષ્ટશક્તિ ધારીણી કેમ કહેવાય છે ?ઉગ્ર શિવોપાસના દ્વારા શિવજીને પોતાની બનાવી, રીઝવી એમના વરદાનરૂપ, વિશિષ્ટરૂપે આગવી આઠેય શક્તિ આત્મસાત કરી હતી.
*
અષ્ટશક્તિ કઈ ?
(
૧) સમેટવાની શક્તિ ઃ આ જીવન ક્ષણભંગુર છે અને દરેકે જીવનકાળ સમેટી આ દુનિયા છોડીને જવાનું છે. આ મહાપ્રયાણ પૂર્વે આપણે આપણામાં રહેલ બુરાઈઓ, કમી કમજોરીઓને, પ્રભુ પિતાની સાચી યાદ, પ્રાર્થના સ્તુતિ દ્વારા ભસ્મ કરી એ ઇશ્વરીય સમર્થ યાદમાં રહી સત્કર્મોનું ભાથુ બાંધ ઉપશમ વૃત્તિ કેળવવી, નિસ્પૃહી જીવન જીવતા સદા તૈયાર રહેવું જેથી અંત સમયે ક્ષોભ કે અફસોસ ન કરવો પડે.
(
૨) સહનશીલ ઃ સાચી ઇશ્વરીય યાદમાં રહી અગરબત્તીની જેમ સ્વયં સેવાધારી બની જીવનમાં આવતી આફતો વિપરીત પરિસ્થિતિઓનો સફળતાપૂર્વક સામનો કરી, સહન કરી વૃક્ષની જેમ પથ્થર મારનારને પણ સ્વાદિષ્ટ ફળ આપી અપકારી પર ઉપકાર કરવાની વૃત્તિ.
(
૩) સમાવવાની શક્તિ ઃ સાગરની જેમ ઉદારવૃત્તિ રાખી આ કલિયુગી ભ્રષ્ટાચારી, દુનિયામાં રહેવા છતાં સર્વ બદીઓને અંદર સમાવી કાદવમાં કમળ મારફત અલિપ્ત રહી શાંત અને આનંદી સ્વસ્થતા કેળવવાની શક્તિ.
(
૪) પરખ શક્તિ ઃ ઝવેરી માફક સાચા ખોટા પરિસ્થિતિ, સંજોગોને પારખવાની શક્તિ.
(
૫) નિર્ણય શક્તિ ઃ દરેક પરિસ્થિતિમાં દરેક કર્મના આદિ, મઘ્ય અંતના પરિણામનો વિચાર કરી યોગ્ય નિર્ણય કરવાની શક્તિ.
(
૬) સામનો કરવાની શક્તિ ઃ ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ સફળતાપૂર્વક સામનો કરવા આ સૃષ્ટિરૂપી રંગમંચ પર ડ્રામાની ઢાલ ને નજર સમક્ષ રાખી સાક્ષીદ્રષ્ટા બની ઉચ્ચ સાધનામાં આવતા વિધ્નોનો હંિમતપૂર્વક સામનો કરવાની શક્તિ.
(
૭) સહયોગ શક્તિ ઃ સહયોગ આપવાની અને સહયોગ લેવાની આ કલિયુગી પહાડને આસાનીથી પાર કરવાના ભગીરથ કાર્યમાં એકબીજાને સહયોગ આપવાની તેમજ સામાનો સહયોગ મેળવવાની શક્તિ.
(
૮) વિસ્તાર અને સંકીર્ણ ઃ પોતાની લૌકિક કે અલૌકિક પ્રવૃત્તિ, ગમે તેટલી વિસ્તારી હોય તે છતાં કાર્ય સંપન્ન થતા એક ક્ષણમાં કાચબાની જેમ પોતાની કર્મેન્દ્રિયને ભીતર સમાવી લઈ તેની પર કાબૂ મેળવવાની શક્તિ. ઉપરોક્ત આઠેય શક્તિ શ્રી જગદંબાએ આત્મસાત કરી હતી. તેના પ્રતીકસમ તેમને આઠ હાથ બતાવ્યા છે દરેક શક્તિની યાદગાર રૂપ, એક હાથ બતાવ્યો છે આથી તેમને અષ્ટશક્તિધારીણીકે અષ્ટભૂષાધારીણીકહેવાય છે બાકી વાસ્તવમાં કોઈને આઠ હોય ખરા ?
*
શક્તિ સ્રોત ઃ
શાસ્ત્રોમાં પુષ્કળ દાખલાઓ ઉદાહરણો પુષ્ટિ કરે છે કે મનુષ્યો ઇશ્વરોપાસના, વિશિષ્ટ સાધના, જપ, તપ, ઇત્યાદિ દ્વારા શિવને પ્રસન્ન કરી તેમની પાસેથી વરદાનરૂપમાં જુદી જુદી શક્તિઓ, પ્રાપ્ત કરતા હતા. ઉદાહરણરૂપ રાવણ જેવા ભયંકર રાક્ષસે પણ શિવને ઘોર તપસ્યા દ્વારા પ્રસન્ન કરી અગણિત શક્તિઓ પ્રાપ્ત કરી હતી. હિરણ્યકશ્ય, રાક્ષસે શિવોપાસના દ્વારા વરદાનરૂપ, ઘર બહાર ઉપર નીચે ક્યાંય મૃત્યુને વશ ન થવાની શક્તિ મેળવી હતી. શિશુપાલ રાક્ષસનો પણ દાખલો મોજૂદ છે. આમ, શિવોપાસના દ્વારા શિવજીને રીઝવી એની પાસે શક્તિઓ મેળવી હતી આથી શક્તિઓનો મૂળસ્રોત છે શિવ.
અહીં એક બાબત નોધનીય છે કે ફક્ત શિવજીની શિવોપાસના દ્વારા આ શક્તિઓ મેળવી હતી બીજા કોઈ કહેવાતા ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રામ ઇત્યાદિ દ્વારા કોઈએ પણ આવી શક્તિઓ મેળવી જાણી નથી. હા, કેટલીકવાર બીજા ભગવાનો દ્વારા ક્ષણિકકોઈ શક્તિ મેળવાય છે પણ તે કાયમ રહેતી નથી.
*
સર્વ દેવીઓમાં શ્રી જગદંબાનું મહત્ત્વ કેમ વઘુ ?શક્તિઓ મેળવવી એક વાત છે પરંતુ એ શક્તિઓને હરહંમેશ માટે આત્મસાત્‌ કરવી અલગ જ બાબત છે બીજું ફક્ત એ જ શક્તિની અવેજમાં સાથે બીજી અનેક શક્તિઓનો સમન્વય કરવો, ઉપરાંત આ શક્તિઓ પણ એની પૂર્ણ માત્રામાં આત્મસાત કરવી યાને શક્તિઓ એની ૧૦૦% માત્રામાં ધારણ કરવી એક અનોખી જ સિદ્ધિ ગણાય છે તે ઉપરાંત શક્તિઓનું યોગ્ય સંકલન, સંતુલિત અને સુયોગ્ય રીતે ઉપયોગ તે પણ યોગ્ય સમયે અને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં કરવો. શક્તિઓને કાર્યાન્વિત કરવી, મનુષ્યને ઉચ્ચતમ શિખરે લઈ જાય છે. શ્રી જગદંબા માતાએ ઉપરોક્ત આઠેય શક્તિઓને, શિવોપાસના દ્વારા મેળવી, આત્મસાત્‌ કરી હતી અને ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં તેનો યોગ્ય ઉપયોગ કરી જાણ્યો હતો બાકી આઘ્યાત્મિક ગણિત જ એવું છે કે એક શક્તિમાં બીજી શક્તિ ભળે તો, શક્તિઓનો સરવાળો થવાને બદલે ગુણાકાર થાય છે. અને આ શક્તિઓનો ગુણાકાર ગજબનો ચમત્કાર સર્જી શકે છે અને તેનું ઉદાહરણ શ્રી અંબા માતા છે આ કારણે શ્રી અંબા માતાનું બીજી બધી દેવીઓ કરાતં મહત્ત્વ વઘુ છે અને એનું સ્થાન આગવું અને અનોખું જ ગણાય છે.
*
શક્તિઓની ઉપાસના રાત્રે જ કેમ ?અહંિ રાત્રિનો અર્થ ૨૪ કલાકમાં આવતી રાત્રિનો સંકેત નથી પરંતુ મનુષ્યના અજ્ઞાન, અંધકારરૂપી રાત્રિ અજ્ઞાન, અંધકારમાં જ મનુષ્યો, માયારૂપી વિકારો, વિકૃત પ્રવૃત્તિઓમાં ફસાયેલા રહે છે. નિર્બળ બની જાય છે. કોઈ હામ રહેતી નથી આવા વખતે જ આ બધી માયાજાળમાંથી છૂટવા, મુક્તિ મેળવવા ભગવાન પાસે, જપ, તપ, પ્રાર્થના ઇત્યાદિ દ્વારા શક્તિઓ મેળવવાની જરૂરત ઉભી થાય છે. આમ અહિ અજ્ઞાન અંધકારરૂપી રાત્રિનો સંકેત છે.
-

No comments:

Post a Comment