વપરાતા ખાસ શબ્દો આ મુજબ છેઃ
નેટ એસેટ વેલ્યુ (એનએવી)
જવાબદારીઓ વગર એસેટનું વળતર મૂલ્યમાંથી જવાબદારીઓ બાદ કરવાથી નેટ એસેટ વેલ્યુ મળે છે. વેલ્યુએશન ડેટના અસ્તિત્વ ધરાવતા યુનિટોની સંખ્યા દ્વારા સ્કીમની વિભાજિત કે ભાગાકાર કરાયેલી નેટ એસેટ વેલ્યુ એ પ્રતિ યુનિટની એનએવી છે.
સેલ પ્રાઈસ
તમે યોજનામાં રોકાણ કરો છો ત્યારે તમે ચૂકવો છો તે ભાવ. તેને ઓફર પ્રાઈસ પણ કહેવામાં આવે છે. તેમાં સેલ્સ લોડનો સમાવેશ હોઈ શકે.
રિપર્ચેઝ પ્રાઈસ
મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઓપન-એન્ડેડ સ્કીમ હેઠળના યુનિટો જે ભાવે પુનઃખરીદ કરવામાં આવ્યાં હોય તે ભાવ. આવા ભાવ એનએવી સાથે સંકળાયેલા હોય છે.
રિડમ્પશન પ્રાઈસ
એ ભાવ જે ભાવે ક્લોઝ-એન્ડેડ સ્કીમ તેના યુનિટને તેની મેચ્યોરિટીએ પરત-રિડીમ કરે. આવા ભાવો એનએવી સાથે સંકળાયેલા હોય છે.
સેલ્સ લોડ
યુનિટ વેચાય ત્યારે સ્કીમ દ્વારા લેવાતી કિંમત. તેને ‘ફ્રન્ટ-એન્ડ’ લોડ પણ કહેવામાં આવે છે, જે સ્કીમો લોડ ન લગાડતી હોય તેને નો લોડ સ્કીમ કહેવાય છે.
રિપર્ચેઝ અથવા ‘બેક-એન્ડ’ લોડ
સ્કીમ યુનિટધારક પાસેથી યુનિટો પાછા ખરીદે છે-બાય-બેક કરે છે ત્યારે સ્કીમ દ્વારા લેવાતો ચાર્જ.
25 Nov 2015
મ્યુચ્યુઅલ ફંડ 3
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment