25 Nov 2015

મ્યુચ્યુઅલ ફંડ એટલે શું ?

મ્યુચ્યુઅલ ફંડ એટલે શું ?
 
સમાન નાણાકીય લક્ષ્ય ધરાવતા સંખ્યાબંધ રોકાણકારોની બચત એકત્ર રાખે તેવું ટ્રસ્ટ એટલે મ્યુચ્યુઅલ ફંડ. જે કોઈની પાસે રોકાણ કરી શકાય તેટલી, થોડા હજારો રૂપિયા જેટલી નાનકડી રકમ વધારાની હોય તે વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરી શકે છે. આ રોકાણકારો ચોક્કસ રોકાણ ઉદ્દેશ અને વ્યૂહ ધરાવતા ચોક્કસ મ્યુચ્યુઅલ ફંડના યુનિટો ખરીદે છે.
 
આમ એકત્ર કરાયેલા નાણાં ફંડ મેનેજર દ્વારા વિવિધ પ્રકારની સિક્યોરિટીઝમાં રોકવામાં આવે છે. સ્કીમના જણાવેલા ઉદ્દેશ અનુસાર આ રોકાણ શેરથી માંડીને ડિબેન્ચર અને નાણાં બજારનાં અન્ય સાધનો સુધી વ્યાપક હોઈ શકે છે. આ રોકાણમાંથી થયેલી આવક અને યોજના દ્વારા મૂડીમાં થતો વધારો યુનિટધારકો દ્વારા તેમની પાસેના યુનિટની સંખ્યાના પ્રમાણમાં વહેંચી લેવાય છે. સામાન્ય માણસ માટે મ્યુચ્યુઅલ ફંડો બિલકુલ યોગ્ય રોકાણ છે, કારણ કે ખૂબ જ ઓછા ખર્ચે વૈવિધ્યપૂર્ણ અને વ્યાવસાયિકપણે સંચાલિત સિક્યોરિટીઝની બાસ્કેટમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે.

No comments:

Post a Comment