મ્યુચ્યુઅલ ફંડ – વૈશ્વિક રીતે પુરવાર થયેલો રોકાણનો માર્ગ
મ્યુચ્યુઅલ ફંડ અથવા જગતના કેટલાક ભાગોમાં ઉલ્લેખાય છે એ યુનિટ ટ્રસ્ટનો વિશ્વભરમાં લાંબો અને સફળ ઈતિહાસ છે. અમેરિકા જેવા વિકસિત નાણાકીય બજારોમાં મ્યુચ્યુઅલ ફંડોની લોકપ્રિયતા અનેક ગણી વધી છે. માર્ચ 2008ના અંતે એકલા અમેરિકામાં કુલ 11.734 ટ્રીલિયન અમેરિકન ડોલર (રૂ.470 લાખ કરોડ)ની મિલકત સાથે 8,064 મ્યુચ્યુઅલ ફંડો છે. ભારતમાં 1963માં અગાઉની યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાની રચના થવાની સાથે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો આરંભ થયો હતો. જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓને 1987માં મ્યુચ્યુઅલ ફંડોની સ્થાપના કરવાની પરવાનગી આપવામાં આવી હતી. 1993થી ખાનગી ક્ષેત્રો અને વિદેશી સંસ્થાઓને મ્યુચ્યુઅલ ફંડોની સ્થાપના કરવાની રજા અપાઈ હતી.
ફેબ્રુઆરી 2003માં યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1963ને રદ કરવાના પગલે અગાઉના યુટીઆઈને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું જે મુજબ, મોટા ભાગે યુએસ 64 સ્કીમ તથા નિશ્ચિત વળતર (એસ્યોર્ડ રિટર્ન) અને અન્ય કેટલીક સ્કીમની મિલકતનું પ્રતિનિધિત્વ કરતા યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના ચોક્કસ અન્ડરટેકિંગમાં અને સેબી મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેશનને અનુસરનારા યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં વિભાજન કરાયું હતું.
માર્ચ 2008ના અંતે રૂ.,5,05,152 કરોડ (126 બિલિયન અમેરિકન ડોલર)ની મિલકતની વ્યવસ્થા કરતા 33 મ્યુચ્યુઅલ ફંડો હતાં.
ઝડપથી વધતા જતા આ ઉદ્યોગનું સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) નિયમન કરે છે.
મ્યુચ્યુઅલ ફંડ એટલે શું ?
સમાન નાણાકીય લક્ષ્ય ધરાવતા સંખ્યાબંધ રોકાણકારોની બચત એકત્ર રાખે તેવું ટ્રસ્ટ એટલે મ્યુચ્યુઅલ ફંડ. જે કોઈની પાસે રોકાણ કરી શકાય તેટલી, થોડા હજારો રૂપિયા જેટલી નાનકડી રકમ વધારાની હોય તે વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરી શકે છે. આ રોકાણકારો ચોક્કસ રોકાણ ઉદ્દેશ અને વ્યૂહ ધરાવતા ચોક્કસ મ્યુચ્યુઅલ ફંડના યુનિટો ખરીદે છે.
આમ એકત્ર કરાયેલા નાણાં ફંડ મેનેજર દ્વારા વિવિધ પ્રકારની સિક્યોરિટીઝમાં રોકવામાં આવે છે. સ્કીમના જણાવેલા ઉદ્દેશ અનુસાર આ રોકાણ શેરથી માંડીને ડિબેન્ચર અને નાણાં બજારનાં અન્ય સાધનો સુધી વ્યાપક હોઈ શકે છે. આ રોકાણમાંથી થયેલી આવક અને યોજના દ્વારા મૂડીમાં થતો વધારો યુનિટધારકો દ્વારા તેમની પાસેના યુનિટની સંખ્યાના પ્રમાણમાં વહેંચી લેવાય છે. સામાન્ય માણસ માટે મ્યુચ્યુઅલ ફંડો બિલકુલ યોગ્ય રોકાણ છે, કારણ કે ખૂબ જ ઓછા ખર્ચે વૈવિધ્યપૂર્ણ અને વ્યાવસાયિકપણે સંચાલિત સિક્યોરિટીઝની બાસ્કેટમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે.
મ્યુચ્યુઅલ ફંડની સ્કીમોના પ્રકાર
તમારી વય, નાણાકીય સ્થિતિ, જોખમ સહન કરવાની શક્તિ અને વળતરની અપેક્ષા ગમે તે હોય, પણ તમારી જરૂરિયાતોને પોષે તેવી વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડોની યોજનાઓ હોય છે. તમારા રોકાણ કાર્યક્રમના પાયા તરીકે અથવા પૂરક તરીકે મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓ તમારા નાણાકીય મ્યુચ્યુઅલ ફંડ લક્ષ્યને પૂર્ણ કરે છે.
(એ) માળખા પ્રમાણેની
ઓપન-એન્ડેડ યોજનાઓ
આમાં નિર્ધારિત પાકતી મુદત હોતી નથી. તમે તમારા રોકાણ અને રિડમ્પશન માટે મ્યુચ્યુઅલ ફંડ સાથે કામ પાર પાડો છો. તમે તમારી સગવડ પ્રમાણે યુનિટો ખરીદો છો અને તમારા સમયે નેટ એસેટ વેલ્યુ (એનએવી) સાથે સંકલાયેલા ભાવે તેને વેચો છો.
ક્લોઝ-એન્ડેડ યોજનાઓ
જે સ્કીમોને નિર્ધારિત પાકવાનો સમગાળો (2થી 15 વર્ષ દરમિયાન) હોય છે તેને ક્લોઝ-એન્ડેડ સ્કીમ કહેવાય છે. આવી સ્કીમમાં તમે પ્રારંભિક ઈશ્યુના સમયે રોકાણ કરી શકો છો અને પછી તમે સ્કીમના યુનિટ જ્યાં લિસ્ટેડ થયા હોય ત્યાં ખરીદી કે વેચી શકો છો. માગ અને પુરવઠો, યુનિટધારકની અપેક્ષાઓ અને બજારની અન્ય બાબતો પર આધારિત રહીને સ્ટોક એક્સચેન્જમાં બજાર ભાવ સ્કીમની એનએવી પ્રમાણે બદલાતો રહે છે. ક્લોઝ-એન્ડેડ સ્કીમની એક લાક્ષણિકતા એવી છે કે તેનું સામાન્યપણે ટ્રેડિંગ એનએવીમાંથી ડિસ્કાઉન્ટે થાય છે, પણ પાકવાની તિથિ જેમ નજીક આવે છે તેમ ડિસ્કાઉન્ટ ઓછું થતું જાય છે.
કેટલીક ક્લોઝ-એન્ડેડ સ્કીમ તમને એનએવી આધારિત ભાવે સમયાંતરે કરાતી પુનઃખરીદી દ્વારા મ્યુચ્યુઅલ ફંડને તમારા યુનિટ વેચવાનો વધારાનો વિકલ્પ પણ આપે છે. ક્લોઝ-એન્ડેડ સ્કીમોમાં અસ્તિત્વ ધરાવતા બેમાંથી ઓછામાં ઓછો એક નિર્ગમન માર્ગ (એક્ઝિટ રુટ)ની રોકાણકારને પ્રાપ્ત થાય એ બાબત સેબીના નિયમો નિર્ધારિત કરે છે.
ઈન્ટરવલ સ્કીમ
આમાં ઓપન એન્ડેડ અને ક્લોઝ-એન્ડેડ સ્કીમની લાક્ષણિકતાઓ જોડાયેલી છે. તેનું સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ કરી શકાય છે અથવા એનએવી સંબંધિત ભાવે પૂર્વ નિર્ધારિત સમયાંતરે વેચાણ કરવા કે રિડમ્પશન માટે ખુલ્લી રહે છે.
(બી) રોકાણના ઉદ્દેશો પ્રમાણે
ગ્રોથ સ્કીમો
મધ્યમ કે લાંબા સમયગાળા દરમિયાન મૂડીમાં વધારો કરવાનો હેતુ છે. આ સ્કીમો સામાન્યપણે તેમનું મોટા ભાગનું ભંડોળ ઈક્વિટીમાં રોકે છે અને સંભવિત ભાવિ વધારા માટે મૂલ્યમાં ટૂંકા ગાળાની ઘટ સહન કરવા તૈયાર હોય છે.
નિયમિત આવકની ઈચ્છા રાખનારા કે ટૂંકા સમય ગાળામાં પોતાના નાણાં પરત ઈચ્છનારા રોકાણકારો માટે આ યોજના નથી.
આ યોજનાઓ તેમના માટે સારી છે જેઃ
રોકાણકારો તેમની સૌથી વધુ કમાણીના તબક્કામાં છે.
રોકાણકારો લાંબા સમયગાળા દરમિયાન વૃદ્ધિ ઈચ્છે છે.
ઈન્કમ સ્કીમો
આ સ્કીમ રોકાણકારોને નિયમિત, સ્થિર આવક આપવાનો હેતુ ધરાવે છે. આ સ્કીમો દ્વારા સામાન્યપણે બોન્ડ કે કોર્પોરેટ ડિબેન્ચર જેવાં ફિક્સ્ડ ઈન્કમ સિક્યોરિટીઝ (નિર્ધારિત આવક સિક્યોરિટીઝ)માં રોકાણ કરવામાં આવે છે.
આ પ્રકારની યોજનામાં મૂડી વધારો મર્યાદિત હોઈ શકે.
તેમના માટે સારી છે જેઃ
નિવૃત્ત લોકો છે અને મૂડીની સ્થિરતા તથા નિયમિત આવકની જરૂરિયાતવાળા છે
રોકાણકારો તેમની કમાણીમાં પૂરક આવકની ઈચ્છા રાખે છે
બેલેન્સ્ડ સ્કીમો
આવકનો અમુક હિસ્સો સમયાંતરે વિતરિત કરવા દ્વારા તથા મૂડી લાભ દ્વારા વૃદ્ધિ અને આવક બંને આપવાનો હેતુ છે. સ્કીમના ઓફરના દસ્તાવેજોમાં દર્શાવ્યા પ્રમાણે તે શેર અને ફિક્સ્ડ ઈન્કમ સિક્યોરિટીઓમાં એમ બંનેમાં પ્રમાણસર રોકાણ કરે છે. વધતા જતા શેરબજારમાં આ સ્કીમોની એનએવી સામાન્યપણે વેગ જાળવી શકતી નથી અથવા તેવી જ રીતે બજાર પડે છે ત્યારે એનએવી પણ પડે છે.
તેમને માટે સારી છે જેઃ
રોકાણકાર આવક અને મધ્યમ વૃદ્ધિ એમ બન્નેની ઈચ્છા ધરાવતો હોય
નાણાં બજાર / લિક્વિડ સ્કીમો
એનો હેતુ સરળ પ્રવાહિતા આપવાનો, મૂડીનું જતન કરવાનો અને માફકસરની આવક આપવાનો છે. આ સ્કીમો સલામત અને ટ્રેઝરી બિલ, ડિપોઝિટ સર્ટિફિકેટો, કમર્શિયલ પેપર અને ઈન્ટર બેંક કોલ મની જેવા ટૂંકા ગાળાનાં સાધનોમાં રોકાણ કરે છે.
બજારમાં પ્રવર્તતા વ્યાજ દરના આધારે આ સ્કીમ પરના વળતરમાં કદાચ વધઘટ થઈ શકે છે.
તેમને માટે સારી છે જેઃ
કોર્પોરેટ કંપનીએ અથવા વ્યક્તિગત રોકાણકારો તેમનું વધારાનું ભંડોળ ટૂંકા સમયગાળા માટે રોકી રાખવા માગે છે અથવા વધુ અનુકૂળ રોકાણ વિકલ્પ મળે ત્યાં સુધી રાહ જોવા માગે છે
અન્ય સ્કીમો
ટેક્સ બચત યોજનાઓ (ઈક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ-ઈએલએસએસ)
આવી સ્કીમો સમયાંતરે જણાવેલા કરવેરા કાનૂન હેઠળ રોકાણકારોને ટેક્સના લાભની ઓફર કરે છે.
તેમના માટે સારી છે જેઃ
રોકાણકારો ટેક્સના લાભ ઈચ્છે છે
ખાસ સ્કીમો
આ શ્રેણીમાં ઈન્ડેક્સ સ્કીમો છે, જેઓ કોઈ એક ખાસ ઈન્ડેક્સ, જેવા કે બીએસઈ સેન્સેક્સ, એનએસઈ 50 (ફીફ્ટી) અથવા ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેન્કિંગ, ફાર્મા વગેરે જેવા ચોક્કસ સેક્ટરની સ્કીમોની કામગીરીનું પુનરાવર્તનનો પ્રયાસ કરે છે.
ઉપરાંત એવી પણ સ્કીમો
પગલું ચાર – નિયમિત રોકાણ કરો
આપણામાંના મોટા ભાગનાઓ માટે જે અભિગમ શ્રેષ્ઠ રીતે કામ કરે છે તે ચોક્કસ સમયાંતરે ફિક્સ્ડ રકમનું રોકાણ કરવાનો છે, એટલે કે દર મહિને ચોક્કસ રકમનું રોકાણ કરવાનો છે. દરેક મહિને નિર્ધારિત રકમનું રોકાણ કરવાથી જ્યારે ભાવ ઊંચા હશે તો ઓછા યુનિટ મળશે અને જ્યારે ભાવ નીચા હશે તો વધારે યુનિટ મળશે. તેનાથી પ્રતિ યુનિટનો તમારો સરેરાશ ખર્ચ ઘટશે આને રૂપી કોસ્ટ એવરેજિંગ કહેવામાં આવે છે અને આ એક શિસ્તબદ્ધ રોકાણ વ્યૂહનીતિ છે, જેને વિશ્વભરના રોકાણકારો અનુસરે છે. નિયમિત રોકાણની તમારી ટેવને સરળ બનાવવા માટે ઘણી ઓપન-એન્ડેડ સ્કીમો સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન ઓફર કરે છે.
પગલું પાંચ – તમારા કરવેરાને ધ્યાનમાં રાખો
હાલના કરવેરા કાનૂન પ્રમાણે ડિવિડંડ/મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરાતું આવક વિતરણને રોકાણકારોને .... આવક વેરામાંથી છૂટ અપાઈ છે. જોકે ડેટ સ્કીમ ડિવિડંડ/ઈન્કમ ડિસ્ટ્રીબ્યુશનને ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ લાગે છે. ઉપરાંત હાલના વેરા કાનૂન હેઠળ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે અન્ય લાભ પણ મેળવી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને વધુમાં વધુ ટેક્સ લાભ મેળવવાની ચોક્કસ સલાહ માટે તમે તમારા વેરા સલાહકાર અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક કરી શકો છો.
પગલું છ – વહેલી શરૂઆત કરો
વહેલું રોકાણ કરવું અને નિયમિત રોકાણ યોજનાને વળગી રહેવું ઈચ્છનીય છે. જો તમે હમણાં આરંભ કરશો તો તમે રાહ જોઈને પછી રોકાણ કરશો તેના કરતાં વધારે મેળવશો. ચક્રવૃદ્ધિ કરતા રહેવાની શક્તિ તમને આવક પર આવક રળવા દેશે અને તમારાં નાણાં વળતરનાં ચક્રવૃદ્ધિના દરે ગુણાકાર પામતાં રહેશે.
પગલું સાત – આખરી પગલું
હવે તમને જરૂર છે ફક્ત મ્યુચ્યુઅલ ફંડના અથવા તમારા સલાહકારના સંપર્કમાં આવવાની અને રોકાણ કરવાની. આવનારાં વર્ષોમાં લાભ લણી લ્યો. મ્યુચ્યુઅલ ફંડ દરેક પ્રકારના રોકાણકાર માટે અનુકૂળ છે, ભલે પછી તે કરિયરનો આરંભ કરતો હોય કે નિવૃત્ત થતો હોય, ભલે પછી તે સાવચેતી રાખનારો હોય કે જોખમ લેનારો, વૃદ્ધિલક્ષી હોય કે આવક ઈચ્છનારો... દરેકને માટે યોગ્ય છે.
મ્યુચ્યુઅલ ફંડના યુનિટધારક તરીકેના તમારા અધિકારો
સેબી (મ્યુચ્યુઅલ ફંડ્સ) નિયમો હેઠળ આવતા મ્યુચ્યુઅલ ફંડના યુનિટધારક તરીકે તમે આ અધિકારો માટે લાયક બનો છો.
1.
ઓપન એન્ડેડ સ્કીમ હેઠળ સબસ્ક્રિપ્શન બંધ થયાની તારીખના 30 દિવસની અંદર અથવા યુનિટ સર્ટિફિકેટો માટેની તમારી વિનંતી-અરજી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પ્રાપ્ત કરાયાની તારીખના 6 સપ્તાહની અંદર તમે યુનિટ સર્ટિફિકેટો અથવા તમારાં ટાઈટલને પુષ્ટિ આપતું સ્ટેટમેન્ટ મેળવશો.
2.
સ્કીમની રોકાણ નીતિ, રોકાણ ઉદ્દેશ, નાણાકીય સ્થિતિ અને સામાન્ય બાબતોની જાણકારી મેળવો
3.ડિવિડંડની જાહેરાત કરાયાના 30 દિવસમાં ડિવિડંડ મેળવશો અને રિડમ્પશન કે રિપર્ચેઝની તારીખના 10 કામકાજના દિવસમાં તમે રિડમ્પશન અને રિપર્ચેઝની આવક મેળવશો.
4.નિયમોને સુસંગત રહીને અહીં મત આપી શકોઃ
એ. એસેટ મેનેજમેન્ટ કંપની બદલવાનો
બી. સ્કીમને સમેટી લેવાનો
5.
કોઈ પણ યોજનાની મૂળભૂત લાક્ષણિકતામાં ફેરબદલ બાબતે અથવા સ્કીમમાં ફેરબદલ લાવતા અને યુનિટધારકના હિતને અસર કરતાં અન્ય ફેરફાર અને આવા કિસ્સામાં પ્રવર્તમાન નેટ એસેટ વેલ્યુથી કોઈ પણ એક્ઝિટ લોડ વિના સ્કીમમાંથી નીકળી જવાના વિકલ્પ વિશે જાણકારી મેળવશો.
6.સ્કીમના ઓફર ડોક્યુમેન્ટમાં દર્શાવ્યા પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડના દસ્તાવેજો ચકાસો.
તમારા અધિકારો ઉપરાંત તમે મ્યુચ્યુઅલ ફંડ પાસેથી આટલી અપેક્ષા રાખી શકો છોઃ
ઓપન-એન્ડેડ સ્કીમના કિસ્સામાં નિયમોને આધીન રહીને તેઓ એનએવી રોજ જ પ્રકાશિત કરે અને ક્લોઝ-એન્ડેડ સ્કીમમાં દર સપ્તાહે એક વાર પ્રકાશિત કરે.
તમારી યોજનાનો સમગ્ર પોર્ટફોલિયો વર્ષમાં બે વાર જાહેર કરે. અનઓડિટેડ ફાઈનાન્સિયલ રિઝલ્ટ અર્ધવાર્ષિક રીતે જાહેર કરે અને ઓડિટેડ એન્યુઅલ એકાઉન્ટ વર્ષે એક વાર જાહેર કરે. વધારામાં ઘણાં મ્યુચ્યુઅલ ફંડો ચોક્કસ સમયે ન્યૂઝ લેટર મોકલે છે.
આચારસંહિતાને વળગી રહેવામાં આવે જેથી રોકાણનો નિર્ણય યુનિટધારકના શ્રેષ્ઠ હિતમાં થાય.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના 10 લાભ
વ્યાવસાયિક વ્યવસ્થાપન (પ્રોફેશનલ મેનેજમેન્ટ)
વિવિધતા (ડાઈવર્સિફિકેશન)
અનુકૂળ વહીવટ (કન્વીનિયન્ટ એડમિનિસ્ટ્રેશન)
વળતરની સંભાવના (રિટર્ન પોટેન્શલ)
નીચી કિંમત (લો કોસ્ટ)
રોકડમાં ફેરવવાની સુવિધા (લિક્વિડિટી)
પારદર્શકતા
લવચીકતા (ફ્લેક્સિબિલિટી)
યોજનાઓની પસંદગી
સરસ રીતે નિયમન
વારંવાર વપરાતા ખાસ શબ્દો
વારંવાર વપરાતા ખાસ શબ્દો આ મુજબ છેઃ
નેટ એસેટ વેલ્યુ (એનએવી)
જવાબદારીઓ વગર એસેટનું વળતર મૂલ્યમાંથી જવાબદારીઓ બાદ કરવાથી નેટ એસેટ વેલ્યુ મળે છે. વેલ્યુએશન ડેટના અસ્તિત્વ ધરાવતા યુનિટોની સંખ્યા દ્વારા સ્કીમની વિભાજિત કે ભાગાકાર કરાયેલી નેટ એસેટ વેલ્યુ એ પ્રતિ યુનિટની એનએવી છે.
સેલ પ્રાઈસ
તમે યોજનામાં રોકા
No comments:
Post a Comment