Forwarded Message;
*આપનો થોડો કિંમતી સમય કાઢી આ લેખ જરુર વાંચજો,ચૂકશો નહિં*
*પ્રખ્યાત ગુજરાતી લેખક/વિવેચક-શ્રી કાંતીભાઇ ભટ્ટ દ્વારા લખાયેલ*
.
.
*દાડમ:ધરતીની ફાર્મસીમાં ‘ઉગેલી’ સર્વરોગની દવા*
*ઈજીપ્તની કબરોમાંથી માલુમ પડ્યું છે.કે-બેબિલોનના સૈનિકો લડવા જતા ત્યારે-તેમની પત્ની ધીરજપૂર્વક રસોડામાં બેઠી બેઠી દાડમના દાણા કાઢતી અને પછી લડવૈયા પતિને ખવરાવતી.*
*ઉપરાંત,પર્શ્યન લગ્નોમાં કન્યાને દાડમ ભેટ અપાતું.જે આનંદદાયી ગૃહસ્થી જીવનની-શુભેચ્છા રૂપે અપાતું.*
*વાંચી વાંચીને દાડમના ગુણો લખનારા લહિયા વધી પડ્યા છે.કેટલાયે 20-20 વરસ સુધી દાડમ નિયમીત ખાઈને જાત અનુભવે ફાયદો મેળવ્યો છે.હું વહેલી સવારે રોજ રોજ આખા દાડમના દાણા કઢાવું છું.તેથી થોથાં વાંચીને જ દાડમના ફાયદા લખતો નથી.*
*દાડમના દાણાથી મારી કિડનીની તકલીફ નાબુદ થઈ ગઈ છે.મને ડર હતો કે-જયપ્રકાશ નારાયણની જેમ મારી કિડની ફેઇલ જશે...પણ,દાડમના દાણાએ મારી કિડનીને કડેધડે રાખી છે.*
*86 વર્ષે ઘણાની ચામડી તરડાવી નાખે છે...પણ,મારી ચામડી દાડમને કારણે ચકચકીત છે.*
*આજે પણ મોટા ભાગના નાના-મોટાને શરીરે ચળ બહુ આવે છે.,ખસ-ખૂજલી તાજી થાય છે.,એ શરીરની ખંજવાળી મટાડવાનો ઈલોજ દાડમ છે !,આ મારો જાત અનુભવ છે.*
*તમે ભાવનગર બાજુ જાઓ તો,આપણી દેશી ધરતીના ભાવનગરી દાડમ જરૂર ખાજો.નહીંતર હવે મહારાષ્ટ્રમાં સાંગલી અને બીજા જિલ્લામાં ભરપુર દાડમ થાય છે.*
*પણ,મહેરબાની કરી ‘વાંચીને’ પંડીત થયેલા આરોગ્યના કહેવાતા લેખકો દાડમમાં પેસ્ટીસાઈડઝની પંચાત ઉભી કરે છે...-તેને વાંચશો નહીં.*
*કોઈપણ દાડમ મળે આ સિઝનમાં ખાસ દાબડજો.,મારે ઘરે 365 દિવસ ફ્રિજમાં દાડમ પડ્યા હોય છે.*
*કુદરતની ‘ફાર્મસી’ની આ દવા ઉર્ફે દાડમને તમે મોંઘા ગણશો નહીં.*
*ડોક્ટર ચીઠ્ઠી લખી દે તો-કોઈપણ રાખને ધૂળ-દવા તમે કોઈ પણ ભાવે લઈ આવો છો...તો પછી,કુદરતનું આ ફળ ભલે રોજ અરધુ કે ચોથીયું ખાઓ પણ રોજ દાડમના દાણા જરૂર ખાઓ.*
*કૃપા કરી યુરોપ-અમેરિકા કે તેને વાદે ભારતમાં દાડમના ફેક્ટરીમાં કાઢેલા રસના-કાગળના ડબલાના તોડીને એ રસ પીશો નહીં.દાડમને તાજે તાજા ખાજો.*
*અમે મહુવામા હતા ત્યારે ઘાંચીનો દીકરો શેરીમાં મસ્કતી દાડમ વેચવા આવતો.,તે દાડમને અમે માત્ર જોઈ જ શકતા,ખરીદવાનો વેંત નહોતો.*
*આજે હિન્દુસ્તાનના મધ્યમવર્ગની સ્થિતિ સુધરી છે .*
*પાકિસ્તાનીઓ ભાગ્યશાળી છે.કે-તેમને અનાર (દાડમ) સસ્તા મળે છે,અફઘાનિસ્તાનથી સરળતાથી મળે છે.*
*કુરાનમાં લખ્યું છે.કે-સ્વર્ગના બગીચામાં દાડમ પાકે છે.,તેને પવિત્ર ફળ ગણાય છે.*
*ફરી ફરી વિનંતી કરું છું કે-દાડમના ઝાડ-છોડ ઉપર પેસ્ટીસાઈડઝ છંટાય છે તેની દરકાર કરશો નહીં.*
*ખુદાનો આ છોડ તમારા પેસ્ટીસાઈડઝને પણ ઝાપટી જશે.*
*દાડમ સ્વયં ક્લીન થઈ જશે.કયાંક છાપેલા ગુણ કોઈ લહિયો વાંચે તો લખી નાખશે.કે દાડમ-‘એન્ટીઓક્સિડંન્ટ’ છે !*
*અરે સાહેબ !,એન્ટીઓક્સિડંન્ટ વળી કઈ વાડીનો મૂળો છે ?*
*સાદી ભાષામાં-દાડમ તમારા શરીરમાં જઈ તમારા અંગો ઉપર સુરક્ષાના પડ ચઢાવે છે.*
*દાડમ ગરમાટો આપે છે.,આ મોસમ કે કોઈપણ મોસમમાં ચા પીતા પહેલા દાડમ ખાઈ લો.*
*ઘણા આરબ દેશોના ધાતુના ચલણના સિક્કામાં દાડમનું ચિત્ર હતું,-તેમ વીકીપીડીયા કહે છે.*
*આજે પણ ગ્રીસમાં નવા વર્ષનાં દિવસે કે કન્યાના લગ્ન વખતે દાડમથી મંડપ શણગારે છે.*
*આપણે જેમ શુભ કાર્ય પહેલા કે હનુમાનને નાળિયેર વધારીએ છીએ,તેમ ગ્રીક લોકો શુભ કાર્ય પહેલાં કે વરરાજાની જાન લઈ જતા પહેલા દાડમ વધેરે છે!*
*મિશેલી સ્કોફીરો કૂક નામની યુરોપિયન આહાર શાસ્ત્રી લખે છે.કે-હું નિયમીત દાડમનું સેવન કરું છું.,અને બીજા લોકોને સવારે દાડમના દાણાનો નાસ્તો કરવાનુ કહું છું....*
*કારણ કે-તમારી વૃદ્ધાવસ્થાને દાડમ આઘી ઠેલે છે.*
*અમેરિકાનું કૃષિ ખાતું એક આરોગ્ય ડિપાર્ટમેન્ટ રાખે છે...તે દાડમના એન્ટી-એઈજીંગ ગુણને વખાણે છે.*
*ખાસ તો મિશેલી કહે છે...-તે વાત મારે ગળે ઉતરે છે.કે-દાડમ તમારી કિડનીનું અને લીવરનું રક્ષણ કરે છે.*
*ઝાઝી વાતના ગાડા ભરાય.*
*તમારે કિડનીને રોગનો ભોગ બની એલોપથી ડોક્ટરને રૂ. 5-6 લાખ ન ખટાવવા હોય તો,કિડની અને લીવરના રક્ષણ માટે રોજ દાડમના તાજા દાણા ખાઓ.*
https://play.google.com/store/apps/details?id=com.read.gujarati.message
No comments:
Post a Comment